બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Before buying a used car or bike, pay special attention to these four things

તમારા કામનું / જૂની કાર કે બાઇક ખરીદતા પહેલા આ ચાર વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પૈસા બચાવવાના ચક્કરમાં ડબલ ખર્ચો થઈ જશે

Megha

Last Updated: 04:46 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે જૂનું એટલે કે પહેલા વપરાયેલી કાર અથવા બાઇક ખરીદવા જઇ રહ્યા છો તો એ માટે તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી છે.

  • બજેટને ઘણા લોકો જૂના વાહનો ખરીદે છે
  • જૂનું વાહન ખરીદતા સમયે આ વાતોનું રાખો ધ્યાન 
  • નહીં તો પૈસા બચાવવાના ચક્કરમાં ડબલ ખર્ચો થઈ જશે 

લગભગ દરેક લોકો ઇચ્છે છે કે એમને બધી સુવિધાઓ મળવી જોઈએ જેથી તેનું જીવન સરળ રીતે ચાલી શકે. ઉદાહરણ તરીકે લોકો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરે છે તેમની સુવિધા માટે થઈને કાર અથવા બાઇક ખરીદે છે અને એ પછી એક સમય એવો આવે છે જ્યારે લોકો પોતાનું વાહન જૂનું થવા પર તેને વંહેચવાનો વિચાર કરે છે. બીજી તરફ બજેટને ઘણા લોકો જૂના વાહનો પણ ખરીદે છે. પણ જો તમે જૂનું એટલે કે પહેલા વપરાયેલી કાર અથવા બાઇક ખરીદવા જઇ રહ્યા છો તો એ માટે તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી છે. નહિંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને પૈસા બચાવવાના ચક્કરમાં ડબલ ખર્ચો થઈ જશે. તો ચાલો જાણીએ કઈ છે એ વાતો...

જૂનું વાહન ખરીદતા સમયે આ વાતોનું રાખો ધ્યાન 

- જો તમે જૂનું કે વપરાયેલ વાહન ખરીદી રહ્યા છો તો સૌથી પહેલા એ વાહનના મોડલ નંબર વિશે જાણી લો અને તેના પાર્ટ્સ ચેક કરો અને ખાસ કરીને વાહનમાં એન્જીન ઓઈલ ચોક્કસથી ચેક કરાવવું જોઈએ. એન્જીન ઓઈલ તપાસવું જરૂરી એટલા માટે છે કારણકે વાહન લાંબા સમયથી પાર્ક કરેલ હોય શકે છે અને આવી સ્થિતિમાં જો તમે ઓછા એન્જિન ઓઇલ વિના લાંબા સમય સુધી કાર ચલાવો છો તો કારનું એન્જિન સીઝ થઈ શકે છે. 

- કાર હોય, બાઇક હોય, સ્કૂટી હોય કે અન્ય કોઇ વાહન. જો તમે વપરાયેલ કે જૂના વાહન ખરીદી રહ્યા છો, તો તેના દસ્તાવેજો ચોક્કસ તપાસવા જોઈએ. આરસી, પીઓસી, ઈન્સ્યોરન્સ સિવાય અન્ય કાગળો પણ ચેક કરી લેવા જોઈએ. જો કાર 15 વર્ષથી વધુ જૂની છે, તો તેને ખરીદશો નહીં. તમને જણાવી દઈએ કે રસ્તા પર આવા વાહન ચલાવવા માટે તમારું ચલણ કેમ કપાઈ શકે છે.

- જ્યારે પણ તમે વપરાયેલ કે જૂનું વાહન ખરીદવા જાઓ ત્યારે તમારી સાથે મેકેનિકને લઈ જવાનો આગ્રહ રાખો. મેકેનિક જૂના વાહનની જાંચ કરીને તમને સાચી માહિતી આપી શકશે. આ સિવાય તમે કોઈ અનુભવી વ્યક્તિને પણ સાથે લઈ જઈ શકો છો.

- જો તમે વપરાયેલ કે જૂનું ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર ખરીદી રહ્યા છો, તો તમારા માટે વાહનની સ્થિતિ તપાસવી જરૂરી છે. કારની બોડી કેવી છે, સીટથી લઈને બાકીની વસ્તુઓ બરાબર છે કે નહીં વગેરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ