બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / beetroot juice may aid people with coronary heart disease

હેલ્થ ટિપ્સ / હાર્ટ ઍટેક કે કાર્ડિયક અરેસ્ટથી બચવું હોય તો રોજ પીવું જોઈએ આ જ્યુસ, નવી સ્ટડીમાં થયો ખુલાસો

Bijal Vyas

Last Updated: 12:59 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવો હૃદય સંબંધિત રોગોમાં ફાયદાકારક છે.

  • દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવો હૃદય સંબંધિત રોગોમાં ફાયદાકારક છે
  • બીટરૂટનો રસ પીવાથી આપણા શરીરને અકાર્બનિક નાઈટ્રેટ મળે છે
  • સમગ્ર વિશ્વમાં મહિલાઓ અને પુરુષો મોટા પાયે મૃત્યુ પામે છે

આપણે  આપણા વ્યસ્ત જીવનમાં ઘણીવાર આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. જ્યારે હૃદય સંબંધિત રોગોની વાત આવે છે ત્યારે વધુ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવો હૃદય સંબંધિત રોગોમાં ફાયદાકારક છે.

અભ્યાસો કહે છે કે, દરરોજ એક ગ્લાસ બીટરૂટનો રસ પીવાથી રક્ત વાહિનીઓમાં બળતરા ઓછી થાય છે. હકીકતમાં, રક્તવાહિનીઓમાં બળતરા સામાન્ય રીતે હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોમાં વધુ જોવા મળે છે. જેના કારણે હાર્ટ એટેક પણ આવે છે.

દરરોજ બીટરૂટનો રસ પીવાથી હૃદય સંબંધિત બિમારીઓ જેવી કે કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું થાય છે. તે હૃદય રોગનો સૌથી સામાન્ય પ્રકાર છે. આમાં હૃદયની ધમનીઓ બ્લોક થઈ જાય છે અને હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. આ હાર્ટ એટેકનું  સૌથી સામાન્ય કારણ છે.

સપ્તાહમાં માત્ર 2 વાર પી લો આ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક, રોગોથી બચીને રહેશો,  જાણી લો રેસિપી | know the recipe of immune booster juice at home

આના કારણે સમગ્ર વિશ્વમાં મહિલાઓ અને પુરુષો મોટા પાયે મૃત્યુ પામે છે.

શરીરમાં ઓછા નાઈટ્રિક ઓક્સાઇડનું જોખમ
જે લોકોના શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હોય છે, તેમને કોરોનરી હ્રદય રોગનું જોખમ વધી જાય છે. શરીર કુદરતી રીતે નાઈટ્રિક ઓક્સાઈડ ઉત્પન્ન કરે છે અને સ્વસ્થ રહેવા માટે તે ખૂબ જ જરૂરી છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા ઉપરાંત, તે રક્ત વાહિનીઓમાં બળતરાને પણ નિયંત્રિત કરે છે.

આ સંશોધન કરનારે જણાવ્યું હતું કે, શરીરને ઈજા અને ચેપથી બચાવવા માટે સોજો જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, જો કે, કોરોનરી હૃદય રોગ ધરાવતા લોકોમાં સતત બળતરા નુકસાનનું કારણ બની શકે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરરોજ બીટરૂટનો રસ પીવાથી આપણા શરીરને અકાર્બનિક નાઈટ્રેટ મળે છે, જે શરીરને મદદ કરે છે.

દરરોજ સવારે પીવો બીટનો જ્યુસ અને 15 દિવસની અંદર જુઓ કમાલ | beets benefits  for your health from losing weight

114 લોકો પર સંશોધન કરવામાં આવ્યું
રિસર્ચ ટીમે 114 લોકો પર આ સંશોધન કર્યું હતું. તેમાંથી 78 લોકોને તેમની રક્તવાહિનીઓમાં બળતરા વધારવા માટે ટાઈફોઈડની રસી આપવામાં આવી હતી. તે જ સમયે, 36 લોકોને એક સામાન્ય ક્રીમ આપવામાં આવી હતી, જેનાથી તેમના શરીર પર નાના ફોલ્લા થઈ ગયા હતા અને સોજો આવી ગયો હતો.

આ લોકોને સતત સાત દિવસ સુધી દરરોજ સવારે પીવા માટે 140 મિલી બીટરૂટનો રસ આપવામાં આવ્યો હતો. આમાંથી અડધા લોકોને બીટરૂટનો રસ આપવામાં આવ્યો હતો, જેમાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હતું, જ્યારે બાકીના જ્યુસમાં નાઈટ્રેટ નહોતું.

જે સમૂહને ટાઇફોઇડની રસી આપવામાં આવી હતી તે જૂથના લોહી, પેશાબ અને ગળફામાં નાઇટ્રિક ઑકસાઈડનું સ્તર જ્યારે તેઓ નાઈટ્રેટથી ભરપૂર જ્યુસ પીતા હતા ત્યારે વધતા જોવા મળ્યા હતા, જ્યારે બાકીના લોકોએ એવું કર્યું ન હતું.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ