બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / પ્રવાસ / beer flush out kidney stones know myths and facts

એક્સપર્ટ ટિપ્સ / શું ખરેખર બીયર પીવાથી પથરી બહાર નીકળી જાય છે, અખતરો પડી શકે છે ભારે, જાણીને ઉડી જશે હોશ

Bijal Vyas

Last Updated: 10:39 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકો કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીયર પીવાનું શરૂ કરે છે. હવે સવાલ એ થાય છે કે શું બિયર પીવાથી ખરેખર કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ શકે છે?

  • મૂત્રપિંડ(બ્લેડર)ની પથરીનું એક કારણ હાઇ યુરિક એસિડ પણ છે.
  • આલ્કોહોલ હંમેશા હાનિકારક હોય છે
  • ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ 3-4 લીટર પાણી પીવું જોઈએ

કિડની સ્ટોનની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. મોટી સંખ્યામાં યુવાનો આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. જો કીડની સ્ટોનનું સાઇઝ નાની હોય તો તે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તમામ લોકોની પથરી કુદરતી પદ્ધતિઓ દ્વારા બહાર નીકળી ગયેલી છે. કિડનીની પથરીને લઈને લોકોમાં કેટલાક અજીબોગરીબ ઉપાયો પણ જાણીતા છે. ઘણા લોકો માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી સરળતાથી દૂર થઈ શકે છે. કેટલાક લોકો કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીયર પીવાનું શરૂ કરે છે. હવે સવાલ એ થાય છે કે શું બિયર પીવાથી ખરેખર કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ શકે છે? આવો જાણીએ એક્સપર્ટ શું માને આ વિશે...

પથરીની સમસ્યાનો રામબાણ ઈલાજ! આજથી જ પીવાનું શરૂ કરો આ 3 જ્યુસ, મળશે મોટી  રાહત | how to remove kidney stone treatment tomato tulsi holy basil juice

જાણીતા યુરોલોજીનું આ વિશે કહેવુ છે, કે કિડનીના બે ભાગ છે. એક ભાગમાં લોહી ફિલ્ટર થાય છે અને પેશાબ બીજા ભાગમાંથી વહન થાય  છે, જેને પેલ્વિસ, યુરેટર અને બ્લેડર કહેવામાં આવે છે. જ્યારે આ ભાગમાં પેશાબ એકઠો થાય છે, તો પથરી(સ્ટોન) બની જાય છે. મોટાભાગના પથરી કેલ્શિયમ સ્ટોન હોય છે. સ્ટોનની રચના શા માટે થાય છે તેનું ચોક્કસ કારણ ફક્ત 5-10 ટકા લોકો જ જાણી શકે છે. જે લોકો ઓછું પાણી પીવે છે અને ઉચ્ચ પ્રોટીન આહાર લે છે તેમને કિડનીમાં પથરીનું જોખમ વધુ રહે છે. ખરેખર આ ખોરાકમાં કેલ્શિયમ વધુ હોય છે અને પેશાબમાં કેલ્શિયમ જમા થાય છે. આમાંથી સ્ટોન બની જાય છે.

Drinking beer removes these diseases

શું બીયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે?
એક્સપર્ટનું કહેવું છે કે બીયર એ આલ્કોહોલિક પીણું છે, જે પીવાથી પેશાબ ઝડપથી થાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે આમાંથી કિડની સ્ટોન નીકળે છે, પરંતુ આજ સુધી કોઈ અભ્યાસમાં આ વાત સાબિત થઈ નથી. કીડની સ્ટોનના દર્દીઓને ડોકટરો ક્યારેય બીયર પીવાની સલાહ આપતા નથી. જો કોઈ વ્યક્તિની કિડનીમાં પથરીનો ઓબ્સટ્રક્શન હોય તો બિયર પીવાથી પેશાબ ઝડપથી થાય છે અને કિડની ફૂલી જાય છે. આવી સ્થિતિમાં સમસ્યા ગંભીર બની શકે છે. આવા દર્દીઓએ બીયર પીવાનું ટાળવું જોઈએ. બીયર પીવાથી વ્યસનનું જોખમ પણ વધી જાય છે. આલ્કોહોલ હંમેશા હાનિકારક હોય છે.

કિડનીમાં પથરી હોય તો આ ખાવાનું આજથી જ બંધ કરી દો | you must avoid if you  have kidney stones

આ સરળ પદ્ધિતિથી સ્ટોનથી મળી શકે છે રાહત
યુરોલોજિસ્ટના મતે, કિડની સ્ટોનની સમસ્યાથી પીડાતા લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ. આમ કરવાથી તેઓ કિડની સ્ટોનને બહાર કાઢવામાં મદદ મળી શકે છે. ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ 3-4 લીટર પાણી પીવું જોઈએ. જો હાઈડ્રેશન સારું હશે તો કિડનીની પથરીમાંથી રાહત મળશે અને જે લોકો સ્વસ્થ છે તેમને કિડનીમાં પથરીનું જોખમ ઓછું થઈ જશે. જો તમારું યુરિક એસિડ વધી ગયું હોય તો તરત જ ડોક્ટરને બતાવો, નહીંતર કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. મૂત્રપિંડ(બ્લેડર)ની પથરીનું એક કારણ હાઇ યુરિક એસિડ પણ છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ