બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Be careful before giving date of birth or mobile number, the incident in Surat caused sleeplessness

ક્રાઈમ / જન્મ તારીખ કે મોબાઈલ નંબર આપતા પહેલા ચેતી જજો, સુરતમાં બનેલી ઘટનાએ ઊંઘ ઉડાવી

Vishal Khamar

Last Updated: 09:25 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની ભરતીના આગળના તબક્કાઓમાં ઉમેદવારી રદ કરવા અને પસંદગીનો હક જતો કરવા માટે અજાણ્યા શખ્સે ઉમેદવારની ખોટી સહી કરીને અરજી અપલોડ કરી હતી.

  • લોકરક્ષકનાં ઉમેદવાર સાથે થયો સાઇબર ફ્રોડ
  • પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર સાથે થયો ફ્રોડ
  • જાગૃતિ પાંડવે ખોટી સહી કરીને અરજી કરી
  • પોલીસે એક મહિલાની કરી ધરપકડ 

લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની ભરતીના આગળના તબક્કાઓમાં ઉમેદવારી રદ કરવા અને પસંદગીનો હક જતો કરવા માટે અજાણ્યા શખ્સે ઉમેદવારની ખોટી સહી કરીને અરજી અપલોડ કરી હતી. આ મામલે ઉમેદવાર દ્વારા સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસે દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે

ફરિયાદી મહિલાની મિત્રએ જ અરજી અપલોડ

ઉમેદવારની જન્મ તારીખ એન્ટર કરી અરજી અપલોડ કરી
સુરત સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021-22ની લોક રક્ષકની ભરતીમાં ફરિયાદીએ લેખિત અને પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કરી હતી અને ફરિયાદી દ્વારા તેના ભાઈનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. ત્યારે લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવા માટે કોઈ અજાણ્યાએ 8-10-2022ના રોજ ઉમેદવારની જન્મ તારીખે એન્ટર કરીને ઓનલાઈન ફોર્મમાં રજીસ્ટ્રેશન નંબર ઉપર આવેલા ઓટીપીનો ઉપયોગ કરીને ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં આગળના તબક્કાઓમાં પોતાની ઉમેદવારી રદ કરવા માંગે છે અને તે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવા માગે છે તે બાબતેની એક અરજી અપલોડ કરી હતી. 

વિરજીતસિંહ પરમાર (ઇન્ચાર્જ ACP, સાયબર સેલ)

પોલીસે એક મહિલાના ધરપકડ કરી
આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે દ્વારા ટેકનિકલ સર્વે લેન્સના આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારના ફોર્મમાં ખોટી સહી કરીને તેની ઉમેદવારી પરત ખેંચવા બાબતેની ખોટી અરજી સુરતના પુણાગામ ખાતે રહેતી જાગૃતિ પાંડવ નામની યુવતી દ્વારા કરવામાં આવી છે. તેથી સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાગૃતિ પાંડવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ