બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / bcci give medical update of shreyas iyer and jasprit bumrah

ક્રિકેટજગત / શું વર્લ્ડ કપ સુધી ફિટ થઈ જશે શ્રેયસ અય્યર અને બૂમરાહ? BCCIએ આપી હેલ્થ અપડેટ

Arohi

Last Updated: 04:24 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Medical Update of Shreyas Iyer and Jasprit Bumrah: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર પર મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા માટે એક પ્રકારે મોટી ખુશખબરી છે. કારણ કે બુમરાહ હવે અનસીએ જવાના છે.

  • ટીમ ઈન્ડિયા માટે સામે આવી મોટી ખુશખબરી 
  • BCCIએ જાહેર કર્યું બુમરાહ અને શ્રેયસનું હેલ્થ અપડેટ 
  • શું વર્લ્ડ કપ સુધી ફિટ થઈ જશે બન્ને ખેલાડીઓ? 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસ અય્યર પર મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. BCCIએ મેડિકલ અપડેટમાં જણાવ્યું કે જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડમાં પોતાની પીઠના નિચલા ભાગની સર્જરી કરાવી, જે સફળ રહી અને તે ફીટ છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

નિષ્ણાંતોએ ફાસ્ટ બોલરની સર્જરીને છ અઠવાડિયા બાદ પોતાની રિહૈબ શરૂ કરવાની સલાહ આપી અને આ કારણે બુમરાહે શુક્રવારે બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં પોતાના રિહેબ મેનેજમેન્ટ શરૂ કરી દીધુ છે. 

શ્રેયસ અય્યરને લઈને પણ આપી અપડેટ 
ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડી શ્રેયસ અય્યર પર પણ અપડેટ આપ્યું છે. બોર્ડે જણાવ્યું છે કે શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં સમસ્યા થઈ હતી અને તે કારણે ગયા અઠવાડિયે તેમની સર્જરી થવાની હતી. તે બે અઠવાડિયા સુધી દેખરેખમાં રહેશે અને ત્યાર બાદ રિહેબ માટે એનસીએ પરત ફરશે. 

શ્રેયસ અય્યર IPL 2023થી બહાર થઈ ગયા છે. તે ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ પણ પુરી ન હતા રમી શકતા. ટીમ ઈન્ડિયા માટે એક પ્રકારની મોટી ખુશખબરી છે. કારણ કે બુમરાહ હવે એનસીએ જતા રહ્યા છે. 

વર્લ્ડ કપ પહેલા ફિટ થવાની આશા 
જણાવી દઈએ કે શુક્રવારે જ એક સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે જસપ્રીત બુમરાહને BCCIએ વર્લ્ડ કપ 2023 પહેલા ફિટ થતા જોવાની આશા રાખે છે. બધા જાણે છે કે બુમરાહ કયા પ્રકારના ખેલાડી છે. તેમણે ભારતને તમામ મેચ જીતાડી છે અને તે ભારતની પરિસ્થિતિઓને સારી રીતે જાણે છે. 

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જસપ્રીત બુમરાહ ક્યાં સુધી મેદાન પર પરત ફરશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત ઓક્ટોબરમાં થશે. તેમાં હાલ 6 મહિનાનો લાંબો સમય બાકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ