બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / barvala laththaakand news, Locals claim that more than 7 people have died

હંડકપ / બોટાદ કથિત લઠ્ઠાકાંડની તપાસ માટે SITની રચના, 7થી વધુ લોકોના મોત થયા હોવાનો સ્થાનિકોનો દાવો

Vishnu

Last Updated: 11:17 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજિદ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે સરપંચે બોટાદ SPને પત્ર લખ્યો હતો, શું કથિત લઠ્ઠાકાંડ માટે પોલીસની ઢીલી નીતિ જવાબદાર

  • બોટાદ કથિત લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમાટ
  • તપાસ માટે DySPની અધ્યક્ષતામાં SITની રચના
  • ગ્રામજનોએ કહ્યું અમે દારૂબંધ કરાવવા પોલીસને રજૂઆત કરી હતી

બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. જેમાં ઝેરી દારૂ પીવાથી વધુ લોકોના મોત થયાની આશંકા છે. મોતના આંકડો મોટો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. VTV ન્યૂઝ પાસે એક્સક્લુઝીવ માહિતી આવી છે. રોજીદ ગામે 17 લોકોએ ઝેરી દારૂ પીધો હોવાનો દાવો કરાયો છે. હાલમાં 7 જ લોકો સારવાર હેઠળ હોવાનો રેન્જ IGનો દાવો કર્યો છે. સમગ્ર મામલે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. રોજિદ ગામના લોકો 7થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરી રહ્યા છે.

પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇઃ ભાવનગર રેન્જ આઈજી
કથિત લઠ્ઠાકાંડનો મામલે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવે નિવેદન આપ્યું છે. રેન્જ આઇજીએ કહ્યું કે, પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇ છે. બુટલેગરોને પકડવા માટે ટીમો મોકલાઇ છે. જે અસરગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે. ક્રિટીકલ છે તેમને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે. 1 વ્યક્તિું મોત થયું છે. અત્યાર સુધી 7 લોકો સારવાર હેઠળ છે. DySPની અધ્યક્ષતામાં SITની રચના કરાઇ છે.

હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએઃ અલ્પેશ ઠાકોર
બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ. વહીવટી તંત્ર અને અધિકારીઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. હલકી ગુણવત્તાનો દારૂ બનાવનાર સામે કાર્યવાહી કરો. દોષિતોને લાંબાગાળાની સજા થવી જોઈએ. પોતાના ફાયદા માટે કેટલાક લોકો હલકી ગુણવત્તા વાળો દારૂ બનાવે છે.

દારુનું વેચાણ બંધ કરાવવા સરપંચે SPને લખ્યો હતો પત્રઃ મનહર પટેલ
આ મામલે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. મનહર પટેલે ઘટનાને લઇને કહ્યું કે, રોજિદ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે રજૂઆત કરી હતી. સરપંચે બોટાદ SPને પત્ર લખ્યો હતો.

મોટા અધિકારીઓ પહોંચ્યા રોજીદ ગામની મુલાકાતે
નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર રોજીદ ગામની મુલાકાતે દોડી ગયા હતા. અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત લઈ પૂછપરછ હાથ ધરી છે. રોજીદના કથિત લઠ્ઠાકાંડના 9 અસરગ્રસ્તો ભાવનગર લવાયા છે. અસરગ્રસ્ત 9 પૈકી 2 ની હાલત અતિગંભીર છે, લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધવાની પણ શકયતા છે.

શું છે સમગ્ર ઘટના?
પ્રાથમિક રીતે મળતી વિગત અનુસાર આ કથિત લઠ્ઠાકાંડમાં 4 લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે. જેમાં બોટાદ 1 વ્યક્તિનું મૃત્યુ ઝેરી લઠ્ઠો પીવાથી થયું હોવાનું મોત થયું છે. 17 લોકોને બોટાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો વધુ ગંભીર દર્દીઓને ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મામલો જોર પકડે તે પહેલા જ અમદાવાદ અને બોટાદ જિલ્લાની પોલીસે તપાસ આદરી દીધી છે. અમદાવાદના SP બોટાદના રોજીદ જવા રવાના થઈ ગયા છે. કારણ કે રોજીદના દારૂના અડ્ડાઓ પરથી દારૂ લીધો હોવાની માહિતી સામે આવી છે. હાલ સત્તાવાર એકનું મોત દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિકોમાં 7 કે તેથી વધુ લોકોના મોતની ચર્ચા થઇ રહી છે.મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે કારણ કે જીવલેણ દારૂની અસરથી દાખલ થયેલાઓમાં પણ ઘણખરા ગંભીર હાલતમાં છે.

લઠ્ઠો પીવાથી મૃત્યુ કેમ થાય છે?

  • લઠ્ઠો એટલે ડીનેચર્ડ સ્પિરિટ
  • સ્પિરિટમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે
  • જેથી તેને ઈથાઈલ આલ્કોહોલ પણ કહેવાય છે
  • ઈથાઈલ આલ્કોહોલ તબીબી કે ઔદ્યોગિક કાર્યમાં ઉપયોગમાં લેવાય છે
  • ઉદ્યોગમાં વપરાતુ ઈથાઈલ આલ્કોહોલ લોકો ન પીવા માટે હોય છે
  • ના પીવાય તે માટે મિથેનોલ નામનું ઝેરી રસાયણ ભેળવાય છે
  • મિથેનોલના મિશ્રણ બાદ મિથાઈલ આલ્કોહોલ બને છે
  • ઉદ્યોગોમાંથી મિથાઈલ આલ્કોહોલ ગેરકાયદે વેચવાની ઘટનાઓ પણ સામે આવે છે
  • ગેરકાયદે લઠ્ઠો બનાવનાર આવો મિથાઈલ આલ્કોહોલ ખરીદીને તેમાં ફટકડી નાખે છે
  • ફટકડીથી મિથાઈલ અણુઓ નીચે બેસી જાય છે અને ઈથાઈલ આલ્કોહોલ તૈયાર થાય છે
  • ઈથાઈલ આલ્કોહોલ લઠ્ઠાના નામે સસ્તા ભાવે નશો કરતા લોકોને વેચાય છે
  • ક્યારેક જો ફટકડીને બદલે ભળતી વસ્તુ આવી ગઈ હોય તો લઠ્ઠો પીનારનું મોત થાય છે

જીવલેણ લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર કોણ?

ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા આપણા ગુજરાતમાં આજે હચમચાવનારી ઘટના બની. બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે 7થી વધુ લોકો મોત થયાની ચર્ચા છે.જો કે સત્તાવાર રીતે પોલીસ માત્ર એક જ વ્યક્તિનું મોત થયાનું પોલીસ કહી રહી છે. ઝેરી દારૂના સેવન બાદ બીમાર પડેલા લોકોને બોટાદ અને ભાવનગરમાં સારવાર અપાઈ રહી છે.અને રેન્જ આઈજી સુધીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચુક્યા છે.પરંતુ આખા ઘટનાક્રમના કારણે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના કાયદા અને તેના પાલન પર ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે... કારણકે કદાચ જ કોઈ એક દિવસ એવો હશે, જ્યારે કોઈ જિલ્લામાંથી દારૂ ઝડપાવાના સમાચાર સામે ન આવ્યા હોય.અન્ય રાજ્યોમાંથી આવતો વિદેશી દારૂ ગુજરાતમાં દારૂબંધી માટે જેટલો પડકારજનક છે, તેનાથી પણ વધુ મુશ્કેલ કામગીરી, ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રોક લગાવવામાં થતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સવાલ ઉઠે છે કે શું  ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે?. ગુજરાતમાં જીવલેણ લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર કોણ છે?. દેશી દારૂ બનાવતા લોકો પાસે ઈથાઈલ આલ્કોહોલ જેવા રસાયણ ક્યાંથી આવે છે?. શું દારૂ વિરોધી થતાં પોલીસના અભિયાનો કારગર નથી? કે પછી સ્થાનિક પોલીસની મિલિભગતનું પરિણામ જ લઠ્ઠાકાંડ છે?.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ