બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Bank Account Charges: Such a charge is deducted from the bank account every month, know how, what to do to avoid it?

જાણવા જેવું / Bank Account Charges: બેંક એકાઉન્ટમાંથી દર મહિને કપાય છે આટલો ચાર્જ, જાણો કઇ રીતે, બચવા શું કરવું?

Pravin Joshi

Last Updated: 03:29 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગની બેંકો સુરક્ષા અને છેતરપિંડીથી બચવા માટે મોબાઈલ એલર્ટ મોકલે છે, પરંતુ બેંકો આ મોબાઈલ એલર્ટ માટે ફી પણ વસૂલે છે. આમાંના કેટલાક મહત્વના સર્વિસ ચાર્જીસ વિશે ગ્રાહકો વાકેફ હોય છે, પરંતુ લોકો મોટાભાગે નાના ચાર્જ પર ધ્યાન આપતા નથી.

  • બેંકિંગ સેવા આજે દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગઈ 
  • બેંકો તમારા એકાઉન્ટને ચલાવવા માટે વિવિધ ફી વસૂલે છે? 
  • કેટલાક મહત્વના સર્વિસ ચાર્જીસ વિશે ગ્રાહકો વાકેફ હોય 
  • પરંતુ લોકો મોટાભાગે નાના ચાર્જ પર ધ્યાન આપતા નથી
  • તમામ સર્વિસ ચાર્જની વિગતો બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ

બેંકિંગ સેવા આજે દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગઈ છે. પરંતુ, શું તમે જાણો છો કે બેંકો તમારા એકાઉન્ટને ચલાવવા માટે વિવિધ ફી વસૂલે છે? મોબાઇલ એલર્ટ, ડેબિટ કાર્ડ પિન, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, મિનિમમ બેલેન્સ, ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન અથવા એટીએમ પિન રિજનરેટ કરવા માટે પણ બેંકો તમારી પાસેથી ફી વસૂલે છે. આ શુલ્ક તમારા બેંક ખાતામાંથી જ લેવામાં આવે છે. મોટાભાગની બેંકો સુરક્ષા અને છેતરપિંડીથી બચવા માટે મોબાઈલ એલર્ટ મોકલે છે, પરંતુ બેંકો આ મોબાઈલ એલર્ટ માટે ફી પણ વસૂલે છે. આમાંના કેટલાક મહત્વના સર્વિસ ચાર્જીસ વિશે ગ્રાહકો વાકેફ હોય છે, પરંતુ લોકો મોટાભાગે નાના ચાર્જ પર ધ્યાન આપતા નથી. આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ હોય છે. અગાઉ ભારતમાં બેન્કિંગની પહોંચ ઓછી હતી, એટલે કે મોટી સંખ્યામાં એવા લોકો હતા જેમનું કોઈ પણ બેન્કમાં ખાતું નહોતું, પરંતુ પ્રધાનમંત્રી જન-ધન યોજનાએ તેનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું. હવે આ આંકડો ઝડપથી વધ્યો છે. જો તમે આ લેખ વાંચી રહ્યા છો, તો તમારી પાસે બેન્ક ખાતું ન હોવાની શક્યતાઓ લગભગ નહિવત છે, અને તમારી પાસે બેન્ક ખાતું હોવાથી, તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે તમારા એકાઉન્ટમાંથી અલગ અલગ સેવાઓના નામ પર બેન્ક દ્ધારા પૈસા કાપવામાં  આવી રહ્યા છે. જો કે, તમામ સર્વિસ ચાર્જની વિગતો બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ સમાચારનો હેતુ તમને આવા નાના ચાર્જ વિશે જણાવવાનો છે, જેથી તમે તમારા પૈસા બચાવી શકો. 

Banking | Page 3 | VTV Gujarati

હાલમાં આ બેન્કો દ્ધારા  તમારી પાસેથી શેના શેના ચાર્જ લેવામાં આવે છે અને તેનાથી બચવાના ઉપયા શું છે તેના વિશે પણ આજે એક નજર કરીશું. વર્ષ 2011માં ભારતમાં 15 વર્ષથી વધુ ઉંમરના માત્ર 44 ટકા લોકો પાસે બેન્ક એકાઉન્ટ હતા. પ્રધાનમંત્રી જન-ધન યોજનાએ આ આંકડામાં જબરદસ્ત ફેરફાર કર્યો છે. વર્ષ 2021 માં 15 વર્ષથી વધુ વય જૂથમાં બેન્ક એકાઉન્ટ ધરાવતી વસ્તીનો હિસ્સો વધીને લગભગ 78 ટકા થયો છે.

ડેબિટ કાર્ડ ફી: 
દરેક બેંક ધારકો પાસે ડેબિટ કાર્ટ હોય છે. બેન્કો સામાન્ય રીતે એકાઉન્ટ ખોલવાની સાથે ડેબિટ કાર્ડ આપે છે. જો કે તે ફ્રી નથી. આ ડેબિટ કાર્ડ માટે તમામ બેન્કો ચાર્જ વસૂલ કરે છે.

બચવાના ઉપાય  : જો તમારે ડેબિટ કાર્ડની જરૂર ન હોય અને તેનો ઉપયોગ ન કરવાનો હોય તો તમારે બેંકમાંથી ડેબિટ કાર્ટ ન લેવું જોઈએ. જો તમારી પાસે એક કરતાં વધુ ખાતા હોય તો માત્ર એક માટે જ ડેબિટ કાર્ટનો ઉપયોગ કરો જેથી બીજા કાર્ડના ચાર્જમાંથી બચી શકો. 

Topic | VTV Gujarati

મેન્ટેનન્સ/ સર્વિસ ફીઃ 
આજે તમામ બેન્ક તમારા એકાઉન્ટની મેન્ટેનન્સ માટે આ ચાર્જ વસૂલે છે. આ તમામ પ્રકારના ખાતાઓને લાગુ પડે છે. તેમાં અલગ અલગ બેન્ક દ્વારા અલગ અલગ ચાર્જ વસુલવામાં આવે છે. 

બચવાના ઉપાય  : જો ટ્રાન્ઝેક્શન મર્યાદાથી વધી જાય તો ઘણી બેન્કો તેને માફ કરી દે છે. તમે તમારી બેન્કના નિયમો અને શરતો વાંચીને આ જાણી શકો છો.

ATM ચાર્જઃ

જો તમે અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરો છો તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે. હવે તમે તમારી બેન્કના એટીએમમાંથી મહિનામાં માત્ર 4 વખત જ ફ્રીમાં પૈસા ઉપાડી શકશો. 4 કરતા વધારે વખત એટીએમનો ઉપયોગ કરો છો તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

બચવાના ઉપાય  : તમારે બની શકે તો મહિનામાં એક અથવા તો બે વખત જ એટીએમ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. એક કે બે રાઉન્ડમાં મહિનાના ખર્ચ માટે વધુમાં વધુ પૈસા ઉપાડવાનો પ્રયાસ કરો. મોટા ભાગે એક જ એટીએમ કાર્ડનો ઉપયોગ કરવાનું રાખો. અન્ય કાર્ડનો ઉપયોગ બની શકે ત્યાં સુધી ટાળો અને તેના ચાર્જમાંથી બચો.

હવે તમે કાર્ડ વગર કોઈપણ ATMમાંથી પૈસા ઉપાડી શકશો, RBIના ગર્વનરે કરી મોટી  જાહેરાત | no card needed to withdraw money from atm says RBI

ટ્રાન્સફર ફી:

તમે UPI, IMPS, RTGS, NEFT જેવા માધ્યમો દ્વારા અન્ય કોઈપણ ખાતામાં પૈસા મોકલી શકો છો. પરંતુ આ તમામ માધ્યમોનો ઉપયોગ કરવાનો પણ ચાર્જ લાગે છે તે પણ ફ્રીમાં નથી. ઘણી બેન્કો IMPS ટ્રાન્સફર પર પૈસા લે છે.

બચવાના ઉપાય  : પૈસા મોકલવા માટે અથવા તો ચુકવણી કરવા માટે UPI, RTGS, NEFT વગેરેનો ઉપયોગ કરો.

ખાતું બંધ કરવાનો ચાર્જ:

જો તમે તમારું બેન્ક ખાતું બંધ કરો છો તો બેન્ક આ માટે તમારી પાસેથી ચાર્જ લઈ શકે છે. તેથી ક્યારેય ગમે તેમ એકાઉન્ટ ના ખોલાવો. જરૂર હોય તો જ એકાઉન્ટ ખોલાવો.

બચવાના ઉપાય  : બેન્કો ખાતું ખોલ્યાના અમુક સમય પછી બંધ કરવા માટે કોઈ ચાર્જ લેતી નથી, તેથી ખાતું બંધ કરતા પહેલા આ સ્થિતિ જુઓ.

Topic | VTV Gujarati

ડોરમેન્સી ફી:

જો તમે લાંબા સમય સુધી ખાતામાંથી કોઈ વ્યવહાર ન કરો તો બેન્કો તેને નિષ્ક્રિય બનાવી દે છે. સામાન્ય રીતે તેની મર્યાદા એક વર્ષની હોય છે.

બચવાના ઉપાય  : લાંબા સમય સુધી ટ્રાન્ઝેક્શન કર્યા વિના ખાતું પડ્યું ન રહેવા દો. આવા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને ઉપાડી લો. તેનાથી એકાઉન્ટ એક્ટિવ રહેશે અને ખોટો ચાર્જ નહીં લાગે.

Topic | VTV Gujarati
આ પણ જાણો

  • બેંકો SMS માટે 15-25 પ્રતિ ક્વાર્ટર ચાર્જ કરે છે
  • 20-25 એટીએમ અને પોશ મશીનો પર ચૂકવણીમાં ઘટાડો થતાં જ કાપવામાં આવે છે.
  • જ્યારે પણ તમે તેને સેટ કરો ત્યારે PIN ચાર્જ કરવામાં આવે છે તેથી PIN ભૂલશો નહીં
  • 10 હજારથી વધુ ઉપાડ પર OTP પછી જ પૈસા ઉપાડવાની સુવિધા
  • 50 હજારથી લઈને એક લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયા આપવા પડશે.

Topic | VTV Gujarati

આ સેવાઓની કિંમત ચૂકવવી પડશે

  • મની ટ્રાન્સફર શુલ્ક
  • ડેબિટ-એટીએમ કાર્ડ શુલ્ક
  • રોકડ ડિપોઝિટ-ઉપાડના શુલ્ક
  • એસએમએસ ચાર્જ
  • ઇંધણ સરચાર્જ કાર્ડ
  • PIN-ડેબિટ કાર્ડ રીસેટ કરો
  • ટ્રાન્ઝેક્શન ચાર્જ
  • બેલેન્સ પૂછપરછ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ