બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Banaskantha is drenched with rain in the uplands: Rivers are overflowing, see where the rain has fallen
Vishal Khamar
Last Updated: 08:03 PM, 29 July 2023
ADVERTISEMENT
બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ધાનેરાનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. બાપલા, વક્તાપુરા, કુંડી, વાછોલ ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.
ADVERTISEMENT
રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠાના જળાશયોમાં પાણીની આવક
ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈ બનાસકાંઠામાં નદી નાળા છલકાયા છે. અમીરગઢ નજીક આવેલા મોટા અજાપુરા ગામ પાસે ચેકડેમ છલકાયો છે. તેમજ પહાડોમાંથી વહેતા ધોધમાં લોકો ન્હાવાની મજા માણી રહ્યા છે. દૂર દૂરથી લોકો પરિવાર સાથે ન્હાવા આવી રહ્યા છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠાનાં જળાશયોમાં પાણીની આવક થવા પામી છે.
બનાસ નદી બે કાંઠે વહી રહી છે
બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. ડીસા, થરાદ, ધાનેરા, કાંકરેજ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદનાં કારણે બનાસ નદી બે કાંઠે વહી રહી છે. કાંકરેજમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.