બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Bajra cake, mushroom, special preparation at White House for state dinner, PM Modi gifted salt from Gujarat and ghee from Punjab

PM Modi US Visit / બાજરા કેક, મશરૂમ... સ્ટેટ ડિનર માટે વ્હાઇટ હાઉસમાં ખાસ તૈયારી, PM મોદીએ ગુજરાતનું મીઠું અને પંજાબનું ઘી કર્યું ગિફ્ટ

Megha

Last Updated: 11:52 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જો બાયડને અને જીલ બાયડને નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કર્યું અને આજે સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે, આ માટે  જીલ બાયડને ખાસ તૈયારીઓ કરી છે.

  • નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે અમેરિકાની મુલાકાતે
  • જો બાયડને અને જીલ બાયડને એમનું જોરદાર સ્વાગત કર્યું
  • પીએમ મોદીના સ્ટેટ ડિનર માટે વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે અમેરિકાની મુલાકાતે છે અને આ મુલાકાતના બીજા દિવસે વોશિંગ્ટન ડીસીમાં રાષ્ટ્રપતિ જો બાયડને અને જીલ બાયડને એમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ સાથે જ જણાવી દઈએ કે પીએમ મોદીના માનમાં આયોજિત સ્ટેટ ડિનર માટે વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે અને  જીલ બાયડને આ માટે ખાસ તૈયારીઓ કરી છે. સ્ટેટ ડિનરના મેનુની વાત કરીએ તો આમાં બાજરીની કેક, મશરૂમ સહિત અને અન્ય વાનગીઓ ખાસ પીરસવામાં આવશે.

સ્ટેટ ડિનરમાં શાકાહારી ભોજન પીરસવામાં આવશે
જીલ બાયડને જણાવ્યું કે પીએમ મોદી સંપૂર્ણપણે શાકાહારી હોવાથી સ્ટેટ ડિનરમાં શાકાહારી ભોજન પીરસવામાં આવશે. આમ પણ પીએમ મોદી દેશમાં બરછટ અનાજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેથી જ બરછટ અનાજની બનેલી ખાસ વાનગીઓ એટલે કે બાજરી પણ ડિનરમાં પીરસવામાં આવશે. 

એવામાં પીએમ મોદીના સન્માનમાં આપવામાં આવેલા આ સ્ટેટ ડિનરનું મેનુ સામે આવ્યું છે. પીએમ મોદી લાંબા સમયથી બાજરીની ખેતી અને ખોરાકમાં તેનો સમાવેશ કરવા પર આગ્રહ કરી રહ્યા છે.  પીએમ મોદીના સ્ટેટ ડિનર માટે પીરસવામાં આવતી વાનગીઓ બનાવવા માટે ખાસ કરીને ફર્સ્ટ લેડી જીલ બાયડને ગેસ્ટ શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુઝી મોરિસન સાથે મળીને મેનુ તૈયાર કર્યું છે.

કઈંક આવું હશે સ્ટેટ ડિનરનું મેનુ, ત્રિરંગા થીમ પર સજાવ્યું પેવેલિયન
પીએમ મોદીને પીરસવામાં આવેલા સ્ટેટ ડિનરમાં ફર્સ્ટ કોર્સ ભોજનમાં મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસનો સમાવેશ થાય છે. જ્યારે મેઇન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો શામેલ છે. આ સિવાય સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશનો પણ સમાવેશ થાય છે. સ્ટેટ ડિનર અંગે જીલ બાયડને કહ્યું કે સ્ટેટ ડિનર દરમિયાન વ્હાઇટ હાઉસનો સાઉથ લૉન મહેમાનોથી ભરેલો રહેશે. આ માટે સાઉથ લોન પેવેલિયનને ત્રિરંગા થીમ પર સજાવવામાં આવ્યો છે.

ડિનર દરમિયાન ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ કરશે પરફોર્મ 
ફર્સ્ટ લેડીએ જણાવ્યું હતું કે ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ ડિનર પછી પરફોર્મ કરશે. આ પછી યુનિવર્સિટી ઓપ પેન્સિલવેનિયાના Acapella પેન મસાલા દ્વારા પણ પરફોર્મ કરવામાં આવશે. મેનુ તૈયાર કરનાર શેફ નીના કર્ટિસે કહ્યું કે અમે પીએમ મોદી માટે શાકાહારી વાનગીઓનું મેનુ ખાસ તૈયાર કર્યું છે. વ્હાઇટ હાઉસના સોશ્યલ સેક્રેટરી કાર્લોસ એલિઝોન્ડોએ જણાવ્યું હતું કે સ્ટેટ ડિનરની થીમ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે. 

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાયડનને કેટલીક ખાસ વસ્તુઓ ગિફ્ટ કરી
રાષ્ટ્રપતિ જો બાયડને વ્હાઇટ હાઉસ ફેમિલી ડિનરમાં પીએમ નરેન્દ્ર મોદી માટે ગુજરાતી ગરબાનું આયોજન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાયડનને કેટલીક ખાસ વસ્તુઓ ગિફ્ટ કરી છે. તેણે પંજાબમાંથી ઘી, રાજસ્થાનમાંથી હાથથી બનાવેલો 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, 99.5% કેરેટ ચાંદીનો સિક્કો, મહારાષ્ટ્રમાંથી ગોળ, ઉત્તરાખંડમાંથી ચોખા, તમિલનાડુમાંથી તલ, કર્ણાટકમાંથી મૈસૂરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલ ચાંદીના નાળિયેર, ગુજરાતનું મીઠું, ભગવાન ગણેશની મૂર્તિ સાથે દીવો આપવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ