બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Bageshwar Sarkar Dhirendra Shastris investment in Lavji Badshahs farm

સુરત / બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનું રજવાડું, ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવા ફાર્મમાં રોકાણ, લવજી બાદશાહ છે માલિક, જુઓ PHOTOS

Kishor

Last Updated: 07:23 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવ્ય દરબારના આયોજનને પગલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું સુરતમાં આગમન થયું છે. તેમણે સુરતના આલીશાન ગોપીન ફાર્મામાં ઉતારો આપવામાં આવ્યો છે. જ્યા કરોડોના ખર્ચે બનેલ ફાર્મ હાઉસમાં તેઓએ રોકાણ કર્યું હતું.

  • સુરતના આંગણે બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર
  • ધીરેન્દ્ર શાસ્ત્રીની રોકાણ વ્યવસ્થા ભારે ચર્ચામાં
  • સ્વર્ગ સમાન નજારા જેવા અદ્દભુત ફાર્મ હાઉસમાં તેઓનો ઉતારો

ગુજરાત પધારેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને તેઓના ચાહકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતના આંગણે દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. તો બીજી બાજુ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રોકાણ વ્યવસ્થા હાલ ભારે ચર્ચામાં આવી છે. કારણ કે ફાઈવ સ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તેવી સુવિધા અને સ્વર્ગ સમાન નજારા જેવા અદ્દભુત ફાર્મ હાઉસમાં તેઓને ઉતારો આપવામાં આવ્યો છે.


સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રોકાણ કરી રહ્યાં છે જેનું નામ છે ગોપીન ફાર્મ છે. આ ફાર્મ હાઉસ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું છે જે અબ્રામા ખાતે આવેલું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર પહેલા આ લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. ત્યારે આ ગોપીન ફાર્મ હાઉસ ફાઇવસ્ટાર હોટેલને પણ ટક્કર મારે તેવું છે. 

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દશ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, અહીં તેઓ વિવિધ જિલ્લાઓમાં દિવ્ય દરબાર યોજાશે. સુરતમાં દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મમાં રોકાણ કરશે, તમને જણાવી દઇએ કે આ ગોપીન ફાર્મ કોઇ લક્ઝુરિયસ હોટેલને ટક્કર માટે તેવું છે. ગોપીન ફાર્મ હાઉસ તેમા રહેલી એન્ટીક વસ્તુઓને કારણે જાણીતું છે. આ ફાર્મ હાઉસનું ઇન્ટીરિયર ખાસ વિદેશથી મંગાવવામાં આવ્યા હતા. એવી પણ વાત આવે છે કે વિદેશથી કાર્ગો જહાજ ભરીને આ ફાર્મ હાઉસમાં વસ્તુઓ લઇ આવવામાં આવી હતી. વધુમાં સ્વીમિંગ પૂલ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ છે. 

 

કોણ છે ગોપીન ફાર્મ હાઉસના માલિક લવજી બાદશાહ  ?

સુરતની બિલ્ડર લોબીમાં લવજી બાદશાહનું ખુબ જ મોટું નામ છે, તેઓ કરોડો રૂપિયાની સંપતિના આસામી છે. તેઓ વર્ષોથી સુરતમાં રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરતને વિશ્વમાં ઓળખ અપાવનારી મોટી મોટી ટેક્સટાઇલ માર્કેટો બનાવવાનું કામ લવજી બાદશાહ કરે છે. આ સિવાય અનેક મોટી રેસિડેન્શયલ પ્રોજેક્ટો પણ કરે છે જેમાં વરાછામાં બનતા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે. તો લવજી બાદશાહનો સમાવેશ ટોચના પાટીદાર ઉદ્યોગપતિઓમાં થાય છે. એવું પણ કહેવાય છે તેઓ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિઓમાંથી એક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ