બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Bad roads in Ahmedabad mayor's ward run after VTV report

VTV IMPACT / VIDEO: અમદાવાદ મેયરના વૉર્ડમાં ખરાબ રસ્તા પર VTVના અહેવાલનો પડઘો, તંત્રની અઠવાડિયામાં જ કામ કરવાની બાહેંધરી

ParthB

Last Updated: 12:22 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે. બીજી તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં રોડ બિસ્માર હલાતમાં જોવા મળી રહ્યાં છે

  • અમદાવાદમાં મેયર કિરીટ પરમારના વોર્ડમાં જ રસ્તાથી પરેશાન પ્રજા 
  • તંત્રએ રોડ પર કર્યા માત્ર કપચીના ઢગલા
  • કપચીના ઢગલા કરી કામ અધૂરું મુકતા સ્થાનિકો પરેશાન 

કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી એવી વાતો કરવામાં આવી રહી છે કે, અમદાવાદ સહિત રાજ્યની અનેક શહેરોને સ્માર્ટ સિટી બનાવી દેવામાં આવશે. આ સાથે દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં ઉભા થઈને કહ્યું હતું કે, હું દેશમાં અમેરિકા જેવા રસ્તાઓ બનાવી દઈશ. જો કે, આ બધી જાહેરાતોની અમદાવાદના તંત્ર પર કોઈ અસર થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું નથી. 

અમદાવાદમાં મેયર કિરીટ પરમારના વોર્ડમાં જ રસ્તાથી પરેશાન પ્રજા 

અમદાવાદના અનેક વિસ્તારોમાં માણસ સરખી રીતે ચાલી શકે તેવા રસ્તા નથી. એવામાં VTVની ટીમ દ્વારા અમદાવાદમાં મેયર કિરીટ પરમારના વોર્ડ નરોડામાં જ બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકોને ભારે હાંલાકીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. તેવો અહેવાલ દર્શાવ્યો હતો. મહત્વનું છે કે, નરોડાના શહીદ સર્કલ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. તંત્રએ રોડ પર માત્ર કપચીના ઢગલા કર્યા છે. ત્યારબાદ  છેલ્લા 4 મહિનાથી રોડનું કામ કાજ અધુરું મુકતાં સ્થાનકો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ તંત્રના સત્તાધીશોએ છટકવાના પ્રયાસો કર્યા હતા. ખુદ મેયરના જ વોર્ડની અંદર જ્યારે આવી હાલત હોય ત્યારે બીજા વોર્ડમાં શું પરિસ્થિતિ હશે તેનો અંદાજ લગાવી શકાય છે.  

AMCએ બિસ્માર રસ્તા અંગે છટકવાનો પ્રયાસ કર્યો 

મેયરના વોર્ડમાં જ બિસ્માર રસ્તાઓથી જનતા પરેશાન રહેતાં આ અંગે જ્યારે VTVએ અમદાવાદના મેયર કીરટ પરમારે સાથે ફોન પર વાતચીત કરી હતી.જે દરમિયાન તેઓ જણાવ્યું હતું કે, હોળી પર શ્રમકો ન હોય એટલે કામ અટક્યું અને ટૂંક સમયમાં જ આ કામગીરી સંપૂર્ણ પણે પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

 

VTVના અહેવાલની અસર 

અમદાવાદના બિસ્માર રસ્તા વિશે VTV પર અહેવાલ પ્રસારિત થયા બાદ તાત્કાલિક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ નરોડા પહોંચ્યા,જેઓએ vtvની ટીમે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રસ્તાનું કામ એક સપ્તાહમાં કામ થઈ જશે તેવી ખાતરી આપી હતી. 

VTVના સળગતા સવાલો 

- અમદાવાદીઓને બિસ્માર રસ્તાથી મુક્તિ ક્યારે મળશે ?
- અમદાવાદ મેયરના વોર્ડની જ આ હાલત છે તો બીજા વોર્ડની તો વાત જ શુ કરવી ?
- શું જનતા પાસેથી માત્ર ટેક્સ જ વસુલવાનો, સુવિધા નહીં આપવાની ?
- ક્યાં સુધી અમદાવાદની જનતાને બિસ્માર રોડની સમસ્યા વેઠવી પડશે ?
- AMC આ કોન્ટ્રાક્ટરો સામે આટલી લાચાર કેમ છે ?
- શા માટે AMC આ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકતી નથી ?
- શા માટે કોન્ટ્રાક્ટરો નિયત સમયમાં કામગીરી પુરી નથી કરતા ?
- શા માટે આવા કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરતા અચકાય છે AMC ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ