બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Ayushman Card Modi government is preparing to make a big announcement for 41 crore people of middle class and poor class

ગુડ ન્યૂઝ! / મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના 41 કરોડ લોકો માટે મોટું એલાન કરવાની તૈયારીમાં મોદી સરકાર, અત્યારે પણ લાખો લોકો ઉઠાવી રહ્યા છે લાભ

Megha

Last Updated: 11:26 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે

  • કેન્દ્ર સરકાર આયુષ્માન કાર્ડ યોજનાને વિસ્તારવા જઈ રહી છે
  • દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી
  • ગુજરાતના લોકોને પહેલેથી જ મળી રહી છે 10 લાખ રૂપિયાની સહાય 

હજુ પણ દેશમાં દરેક લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ નથી અને આ લોકોને ડર લાગે છે કે જો કોઈ કરણોસર હોસ્પિટલ જવું પડશે તો એ સમયે પૈસા ક્યાંથી આવશે? એવામાં હવે મિડલ ક્લાસ લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 2024 ચૂંટણી પહેલા સરકારે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. 

કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે
સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. એ વાત તો જાણીતી જ છે કે લોકસભા ચૂંટણી 2024 નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ પહેલા કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્માન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને 10 લાખ રૂપિયા કરવા વિચારી રહી છે. 

દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી
જો આમ થશે તો આ નિર્ણયની અસર વ્યાપક જોવા મળશે. નોંધનીય છે કે દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી અને આયુષ્માન યોજના હેઠળ સરકાર પાસે કુલ 60 કરોડ લોકોને લાવવાનો લક્ષ્યાંક છે. જે હજુ પૂર્ણ થવાનો બાકી છે.  માનવામાં આવે છે કે વચગાળાના બજેટમાં આ અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. 

In Gujarat, Ayushman card holders will get health insurance assistance of Rs.10 lakh from today.

5 લાખ રૂપિયાની સહાયને બદલે 10 લાખ રૂપિયા મળશે!
આયુષ્માન યોજનાની સમીક્ષામાં એ વાત સામે આવી છે કે ઘણા મામલાઓમાં 5 લાખ રૂપિયાની મર્યાદા પર્યાપ્ત નથી. કેટલીક મોટી સર્જરી અને સારવારનો ખર્ચ ઘણો વધારે છે.  સમિતિએ કહ્યું છે કે મધ્યમ વર્ગના પરિવારો પર હોસ્પિટલનો ખર્ચો આવ્યા બાદ ગરીબી રેખા નીચે જવાના જોખમનો સામનો કરે છે. 

જુલાઇથી ગુજરાતના લોકોને મળી રહી છે 10 લાખ રૂપિયાની સહાય 
અંહિયા એક વાત જણાવી દઈએ કે 1 જુલાઇથી ગુજરાતના આયુષ્માન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા કવચની સહાય વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે.  

કરોડોના ક્લેઈમ સેટલમેન્ટ થતા આયુષ્માન ભારત યોજનામાં ગુજરાત અવ્વલ, જુઓ  કેટલાં કરોડની સહાય ચૂકવાઈ | Gujarat first in the country in Ayushman Bharat  Yojana

PM મોદીએ શરૂ કરી હતી યોજના
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષ 2012 મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.2 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. 3 લાખ કરવામાં આવી. નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ 2018મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.5 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે  રૂ.10 લાખની થઇ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ