બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Ayushman Bharat card donwload and apply online

તમારા કામનું / આયુષ્યમાન કાર્ડ બનાવો ઘરે બેઠા સાવ ફ્રીમાં, મળશે 10 લાખનો લાભ

Bhavin Rawal

Last Updated: 12:44 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી આવક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ કરતા ઓછી છે, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. આ કાર્ડ તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન પણ કઢાવી શકો છો.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. કોઈ યોજનામાં રોજગારી, કોઈ યોજનામાં મેડિકલ સલાહ આપવામાં આવે છે. આવી જ એક યોજના આયુષ્યમાન ભારત યોજના છે. જેમાં  સરકાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવા સાવ ફ્રીમાં આપે છે. જે ભારતીય નાગરિક પાસે આ કાર્ડ હોય, તેમને 10 લાખ સુધી ફ્રી યોજનાનો લાભ મળી શકે છે. 

જો તમારી આવક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ કરતા ઓછી છે, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. આ કાર્ડ તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન પણ કઢાવી શકો છો. આના માટે કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે, તે અમે તમને આગળ જણાવી રહ્યા છીએ.

સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરો.

•    આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ બનાવવું જરૂરી છે.  આના માટે  https://abha.abdm.gov.in/register વેબસાઈટ તમારા બ્રાઉઝરમાં ઓપન કરો.
•    હવે અહીં તમને  આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ એમ બે વિકલ્પ જોવા મળશે. તમે બંનેમાંથી કોઈ પણ ઓપ્શન પર ક્લિક કરીને  આગળ વધી શકો છો. 
•    તમે આધાર કાર્ડ અથવા લાઈસન્સ જે પણ ઓપ્શન પસંદ કર્યો છે, આગળના સ્ટેપમાં તમારે તેનો નંબર લખવાનો છે. 
•    હવે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે ઈન્સર્ટ કરો
•    ઓટીપી નાખ્યા બાદ, તમારું હેલ્થ અકાઉન્ટ ક્રિએટ થઈ જશે, અને તમે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શક્શો.

આયુષ્યમાન ભારત કાર્ડ માટે અરજી કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

•    આયુષ્યમાન ભારત કાર્ડ મેળવવા માટે કેન્દ્ર સરકારે એક આવક મર્યાદા નક્કી કરી છે, તમારી આવક તેનાથી ઓછી હોવી ફરજિયાત છે.
•    જો તમારી આવક મર્યાદા કરતા ઓછી છે, તો તમારે નજીકના જનસેવા કેન્દ્ર પર જવું પડશે.
•    અહીં તમારે નેશનલ હેલ્થ મિશન માટે જે અધિકારી નિમાયેલા છે, તેને મળવાનું છે અને જરૂરી દસ્તાવેજ જેમ કે રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફની કૉપી જમા કરાવવાની છે.
•    આટલું કર્યા બાદ સંબંધિત અધિકારી તમારા દસ્તાવેજને ચેક કરશે.
•    આ વેરિફિકેશનમાં દસ્તાવેજ સાચા સાબિત થશે, એટલે  લગભગ 15 દિવસમાં તમને આયુષ્યમાન કાર્ડ મળી જશે.

વધુ વાંચો: સરકારી ઓફિસમાં કામ ન થાય તો ઓનલાઈન કરી શકો છો ફરિયાદ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

સરળતાથી ઓનલાઈન ડાઉનલોડ કરો આયુષ્યમાન ભારત કાર્ડ

•     આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે  https://bis.pmjay.gov.in/BIS/selfprintcard પર જવાનું છે. 
•    હવે સૌથી પહેલા તમારા આધાર કાર્ડનો નંબર એન્ટર કરો, અને યોજના સિલેક્ટ કરો.
•    હવે, તમારે આગળના સ્ટેપમાં તમારા રાજ્યનું નામ સિલેક્ટ કરીને આધાર કાર્ડ અથવા વર્ચ્યુઅલ આઈડી નંબર ઈન્સર્ટ કરવાનો છે
•    પછી તમને એગ્રી નામનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે તમારા નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કરો.
•    હવે તમને આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે, જેની તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ