બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Ayurvedic can make you healthy, follow these easy steps

સ્વસ્થ / આયુર્વેદના સાવ સરળ લાગે તેવા નિયમો અપનાવશો તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે, જરૂરથી પાળજો

Vaidehi

Last Updated: 07:06 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદના સાવ સરળ નિયમો અપનાવીને તમે સ્વસ્થ રહી શકો છો. શરીરને સ્વસ્થ રાખવા અને ગંભીર રોગોનો સરળતાથી ઈલાજ કરવા માટે આયુર્વેદ એક ઉત્તમ માર્ગ છે.

  • આયુર્વેદિક ચિકિત્સાથી રોગોનો ઈલાજ સરળ
  • નિત્યક્રિયામાં ફેરફાર કરવાથી શરીર રહેશે સ્વસ્થ
  • બિમારીથી દૂર રહેવા યોગાસન જરૂરી

આયુર્વેદ એક એવી ચિકિત્સા પ્રણાલી છે, જેનો ઉપયોગ સદીઓથી થઇ રહ્યો છે. આ પદ્ધતિમાં ગંભીર રોગોનો ઇલાજ પણ છુપાયેલો છે. આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેક્ટ હોતી નથી. આ પદ્ધતિના સાવ સરળ લાગે તેવા નિયમો જો અનુસરવામાં આવે તો તમે સ્વસ્થ રહેશો અને કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે.

રોજ સવારે જલદી ઊઠોઃ 
સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોવું જોઇએ. તે તમારા શરીર માટે લાભદાયક છે, તેનાથી તમને તાજગી મળે છે. 

નિત્યક્રિયા છે ખૂબ જરૂરીઃ 
સવારે ઊઠતાં સૌથી પહેલાં મળમૂત્રનો ત્યાગ કરો, તેનાથી તમારા શરીરની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો બહાર નીકળે છે અને તમે તાજગી તેમજ હળવાશ અનુભવો છો. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે બેથી ત્રણ ગ્લાસ પાણી પીઓ. યોગાસન અને પ્રાણાયામ કરવાનું ક્યારેય ના ભૂલતાઃ રોજ ઓછામાં ઓછી ૩૦થી ૪૦ મિનિટ યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો, તેનાથી તમે સ્વસ્થ રહી શકશો.   

નિયમિત માલિશ શરીરને મજબૂત બનાવશેઃ 
રોજ સરસવ, નારિયેળ કે અન્ય કોઇ ઔષધીય તેલથી શરીર પર ૧૫ મિનિટ માલીશ કરો, તેનાથી તમારાં હાડકાં મજબૂત થશે અને તમારા શરીરનો બધો થાક દૂર થશે. રોજ ના કરી શકો તો વીકમાં બે વાર જરૂર કરો.

આ નિયમો પણ જરૂરથી પાળજો
- દિવસમાં લગભગ ત્રણથી ચાર લિટર પાણી પીઓ. રાતે સૂતી વખતે વધુ પાણી ન પીઓ. 
- સવારે ઊઠ્યાના એકથી બે કલાકની અંદર જ નાસ્તો કરી લો. ખાવાનું પૌષ્ટિક હોય તે ખૂબ જરૂરી છે. 
- જમ્યા પછી તરત પાણી ન પીઓ, કેમ કે તેનાથી જમવાનું પચતું નથી. અડધાથી પોણા કલાકનું અંતર રાખો.
- ભોજન કર્યા પછી તરત પરિશ્રમવાળું કામ ના કરો.
- આઠથી નવ કલાકની એકધારી, સારી ઊંઘ લો. સૂતાં પહેલાં ઠંડા પાણીથી હાથ અને પગ ધુઓ, તેનાથી સારી ઊંઘ આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ