બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Ayurveda has described the way of healthy and disease free lifestyle

જડીબુટ્ટી / ક્યારે ઉઠવું, શું ખાવું, કેમ ખાવું અને ક્યારે સૂવું? આયુર્વેદના આ મેજિક નિયમોને અનુસરો અને મસ્ત નીરોગી જીવન જીવો

Vaidehi

Last Updated: 07:46 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરને હંમેશા સ્વસ્થ અને નીરોગી રાખવા માટે આયુર્વેદમાં જણાવવામાં આવેલ દીનચર્યા અપનાવવી જોઈએ. ઊઠવાથી લઈને ભોજનક્રિયાનાં તમામ નિયમો પાલન કરવાથી બીમારીઓ દૂર રહે છે.

  • આયુર્વેદના નિયમો અનુસરી નીરોગી જીવન જીવી શકાય 
  • બીમારીઓને શરીરથી દૂર રાખવા દીનચર્યા બદલવી જરૂરી
  • ઊઠવાનાં સમયથી લઈને જમવાનો સમય હોવો જોઈએ નક્કી

આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ અનિયમિત જીવનશૈલી પર આધારિત છે, જેમાં સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવાનું કહેવામાં આવે છે. જે સ્વસ્થ સ્વાસ્થ્યની વૃદ્ધિ તથા બીમારીઓને રોકવા માટે નિયમિત પૌષ્ટિક આહાર, કસરત તથા અનુકૂળ સ્વાસ્થ્ય આદતોને સ્વીકારવા પર વધુ ભાર આપે છે.

દિવસની શરૂઆત વહેલી કરો
નિયમિત જીવનશૈલી અનુસાર કોઈ પણ વ્યક્તિના ઊઠવાનો સમય સવારના ૩થી ૬ની વચ્ચેનો છે, જેનું કારણ છે કે આયુર્વેદને છ ખંડમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે અનુસાર ત્રિદોષ અલગ-અલગ સમય પર હાવી છે. સવારના ૬થી ૧૦ની વચ્ચે કફ દોષ પ્રભાવિત થાય છે, જેથી તે સમય પર ઊઠનાર વ્યક્તિ સુસ્ત તથા ધીમી ગતિએ સક્રિય થાય છે. સવારના ૧૦થી ૨ વચ્ચે પિત્ત દોષ પ્રભાવિત થાય છે, જેથી તે સમય પર ઊઠનાર વ્યક્તિ અધિક પ્રતિકૂળતા તથા અશાંતિ અનુભવે છે. બીજી તરફ સવારના છ વાગ્યા પહેલાં વાત દોષ દરમિયાન ઊઠવાથી તે ઊર્જાવાન, જાગૃતિ તથા જોશપૂર્ણ અનુભવે છે.

વહેલા જમો અને યોગ્ય જમો
દિનચર્યાની પ્રાથમિક બાબતોમાંથી એક છે કે આહારનું સેવન કરવું. આયુર્વેદમાં દિવસમાં માત્ર બે વાર ભોજન કરવાની સલાહ આપે છે, જેમાં સવારે સૂરજ ઊગ્યા પહેલાં અને સાંજે સૂરજ આથમે તે પહેલાં. પેટનો એક તૃતીયાંશ ભાગ ભોજનથી ભરેલો હોવો જોઈએ. એક તૃતીયાંશ ભાગ તરલ પદાર્થોથી ભરેલો હોવો જોઈએ તથા એક તૃતીયાંશ ભાગ ખાલી હોવો જોઈએ.

શરીરને શુદ્ધ કરવું
ભોજન સિવાય સ્વસ્થ રહેવા માટે અન્ય તબક્કા પણ છે. આયુર્વેદમાં સવારે એક વાર સક્રિય થયા બાદ શરીરની શુદ્ધતા, સ્વચ્છતા અને ફિટનેસને પ્રાધાન્ય અપાય છે. બ્રશ કરવાથી દાંત સાફ રહે છે તો કાજલ લગાવવાથી આંખની સફાઈ થાય છે. નાકમાં ડ્રોપ નાખવાથી નાક સાફ રહે છે, કોગળા કરવાથી ગળું સાફ રહે છે. પાનને ઈલાયચી તથા લવિંગ સાથે ખાવાથી પાચનક્રિયામાં સહાય કરે છે, નિયમિત તલના તેલથી મગજ, કાન તથા પગના તળિયામાં માલિશ કરવાથી થાક દૂર થાય છે. તે એન્ટિએજિંગ પણ છે. મસાજ યોગ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે, શરીરને પોષણ, યોગ્ય ઊંઘ તથા સ્વસ્થ ત્વચા પ્રદાન કરે છે. નિયમિત સરળ કસરત કરવાથી શરીર હળવું રહે છે, કામ કરવાની ક્ષમતા વધે છે પાચન સુધારે છે તથા વધુ પડતી ચરબી દૂર કરે છે, જેનાથી શરીર સુડોળ બને છે. ત્વચા પર બેસનનો ઉપયોગ કરવાથી કફ પ્રકૃતિથી રાહત મળે છે, જેનાથી ડેડ સ્કિન સેલ દૂર થાય છે. ગરમ પાણીથી નહાવાથી ભૂખ તથા શક્તિ વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ