બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Ayodhya Accident in Ram temple premises, PAC jawan posted for security was shot

અકસ્માત / અયોધ્યા રામ મંદિર પરિસરમાં ફાયરિંગ, ગોળી વાગતાં PAC જવાનની હાલત ગંભીર

Pravin Joshi

Last Updated: 09:42 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે 53 વર્ષીય કમાન્ડન્ટ રામ પ્રસાદને શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી સ્થળ પર હંગામો મચી ગયો હતો.

અયોધ્યાના શ્રી રામ મંદિર પરિસરમાં તૈનાત PACના પ્લાટૂન કમાન્ડરને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મંગળવારે 53 વર્ષીય કમાન્ડન્ટ રામ પ્રસાદને શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી સ્થળ પર હંગામો મચી ગયો હતો. કમાન્ડરને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો.

VTV Gujarati News and Beyond on X: "ગીર સોમનાથ કોડીનારમાં બે ગેંગ વચ્ચે  જૂની અદાવતને લઇને થયું ફાયરિંગ , ત્રણ રાઉન્ડ ખાનગી ફાયરિંગ થતાં 3 લોકો ઘાયલ  ...

અન્ય સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને નજીકમાં હાજર અન્ય સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે રામ પ્રસાદને છાતીમાં ગોળી વાગી હતી અને તે લોહીથી લથપથ જમીન પર પડેલા હતા. આ માહિતી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી અને તેમને ડિવિઝનલ હોસ્પિટલ દર્શન નગરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી પરિસ્થિતિને જોતા તેને ટ્રોમા સેન્ટર લખનૌ રીફર કરવામાં આવ્યો. તે અમેઠીનો રહેવાસી છે અને તેનો પરિવાર લખનૌમાં રહે છે.

કમાન્ડરને ગોળી વાગી

માહિતી આપતાં અયોધ્યા રેન્જના આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું કે, એક પ્લાટૂન કમાન્ડરને ગોળી વાગી છે. ગોળી અકસ્માતે છાતીમાંથી પસાર થઈ ગઈ હતી. જેના કારણે શરીરના ઘણા આંતરિક ભાગોને નુકસાન થયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે લખનૌ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો. હાલ સ્થિતિ નાજુક છે અને સારવાર ચાલી રહી છે. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો : ત્રણ માસૂમ દીકરીઓને ફાંસીએ લટકાવીને માતાએ પણ ખાધો ગળેફાંસો, કારણ કંપાવનારુ

પીએમ મોદીએ આ વર્ષે 24 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ વર્ષે 24 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી દેશભરમાંથી દરરોજ દોઢથી બે લાખ લોકો અયોધ્યા આવી રહ્યા છે. ભક્તો અયોધ્યામાં એકથી બે દિવસ વિતાવે છે. જેને લઈને મંદિરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા માટે પીએસી તૈનાત કરવામાં આવી છે, જે દરેક ખૂણે-ખૂણે ચાંપતી નજર રાખી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ