બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / auto care how to stop car when its brakes fail

કાર ટિપ્સ / ચાલુ કારે અચાનક બ્રેક ફેલ થઇ જાય તો...! નોટ કરી લો આ 5 બાબતો, દુર્ઘટનાનો શિકાર થતા અટકી જશો

Arohi

Last Updated: 10:13 AM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Break Fail: ઘણી વખત કારમાં એવી પણ ખરાબીઓ આવી જાય છે જે ખતરનાક હોઈ શકે છે. એવામાં તેનાથી બચવા માટે અથવા આ સ્થિતિમાં દુર્ઘટનાને ટાળવા માટે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • ચાલુ કારે બ્રેક ફેલ થઈ જાય તો શું કરશો? 
  • નોટ કરી લો આ 5 બાબતો
  • દુર્ઘટનાનો શિકાર થતા અટકી જશો

કાર ચલાવતી વખતે ઘણી વખત એવી પણ મુશ્કેલીઓ આવે છે જેના વિશે આપણે વિચાર્યું પણ નથી હોતું. આ ખરાબીઓ ઘણી વખત દુર્ઘટનાનું કારણ બને છે. આમ તો કાર રાખતા લગભગ બધા લોકો પોતાની કારોના મેઈન્ટેન્સ પર સંપૂર્ણ ધ્યાન રાખે છે અને યોગ્ય સમયે સર્વિસ પણ કરાવે છે. 

ઘણા વખત કારમાં ફોલ્ટ ઉભો થઈ જાય છે જે તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. તમારી કારમાં બેઠેલા પરિવાર કે અન્ય લોકો માટે પણ તે ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં કારને લઈને આ ટિપ્સ તમારા ખૂબ કામ આવી શકે છે. 

કારમાં અચાનક બ્રેક ફેલ થઈ જાય તો શું કરશો? 
કારમાં અચાનક બ્રેક ફેલ થઈ જાય તો આવી સ્થિતિમાં કારને સંભાળવી મુશ્કેલ પડે છે. જેના કારણે કોઈ દુર્ઘટના પણ થઈ શકે છે. એવામાં કારને સંભાળવી મુશ્કેલ થઈ જાય છે. એવામાં જો તમારી સાથે ક્યારેક આવું થાય તો થોડી સમજદારીનો ઉપયોગ કરી સરળતાથી કાર રોકી શકાય છે. 

  • કારની બ્રેક ફેલ થવા પર તરત એક્સલરેટર પરથી પગ હટાવી દો. 
  • કારને તરત જ નિચલા ગેરમાં લો. તેનાથી કારની સ્પીડ ઓછી થઈ જશે. 
  • કારને રોડના સાઈડ પર ધીરે ધીરે લઈ જવાનો પ્રયત્ન કરો.
  • ગિયરને બદલતા પહેલા ગિયર સુધી લઈ જાઓ કારણ કે પહેલા ગિયરમાં કારની સ્પીડ ઓછી હોય છે. 
  • તેના બાદ હેન્ડબ્રેકને ધીરે ધીરે એંગેજ કરો. હેન્ડબ્રેકને ઝડપથી ન ખેંચો કારણ કે આ કારને સ્કિડ કરાવી શકે છે. હેન્ડબ્રેક મોટાભાગે ગાડીઓમાં વાયરથી અટેચ થઈ જાય છે માટે કારની સામાન્ય બ્રેક ફેલ થવા પર પણ આ કામ કરે છે. 
  • કાર રોકાઈ જાય ત્યાર બાદ તેને ચલાવવાનો પ્રયત્ન બિલકુલ ન કરો અને કારને ટો કરાવી સર્વિસ સ્ટેશન લઈ જાઓ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ