બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:44 PM, 17 November 2023
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાએ ગુરુવારે કોલકત્તામાં દ્વિતીય સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને માત આપી અને ફાઈનલમાં પોતાનો પગ જમાવ્યો છે. પાંચ વખત વિશ્વ ચેંપિયન બનેલી ઑસ્ટ્રેલિયાની આ ટીમ રવિવારે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની સામે પોતાનું ભાગ્ય અજમાવશે. આ વચ્ચે ઑસ્ટ્રેલિયાનાં ઓલરાઉંડર મિશેલ માર્શનું 6 મહિના જૂનું નિવેદન હાલમાં વાયરલ થયું છે. જુઓ (28મી મીનિટ પર વર્લ્ડ કપ અંગેની વાત કરી છે)
ADVERTISEMENT
મિશેલ માર્શે કરી હતી પરિણામોને લઈને ભવિષ્યવાણી
IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા ખેલાડી માર્શે ફ્રેંચાઈઝીની સાથે 6 મહિના પહેલા એક પોડકાસ્ટ દરમિયાન વિશ્વ કપ ફાઈનલનાં પરિણામો અંગેની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે," ઑસ્ટ્રેલિયા ભારતને મોટા ડિફેરેન્સથી હરાવીને છઠ્ઠી વખત ટ્રોફી હાથમાં ઊઠાવશે." પોડકાસ્ટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે," વિશ્વકપને થોડા જ દિવસો બાકી છે. આ વિષયે તમે શું કહેશો ?" ત્યારે માર્શે કહ્યું કે," ઑસ્ટ્રેલિયા અપરાજિત છે, ભારતને હરાવશે. ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા 450/2, ભારત 65 રન પર ઑલઆઉટ થશે."
ભવિષ્યવાણીની અડધી વાત તો સાચી...
માર્શે મે મહિનામાં IPL 2023 દરમિયાન વર્લ્ડ કપ 2023નાં ફાઈનલને લઈને પોતાની જે ભવિષ્યવાણી કરી તે હાલમાં ઈંટરનેટર પર વિવાદસ્પદ સાબિત થઈ રહી છે. જો કે તેમની ભવિષ્યવાણીની અડધી વાત તો હજુ સુધી સાચી સાબિત થઈ ગઈ છે. આ બંને ટીમ ફાઈનલ્સમાં પહોંચી ગઈ છે. પણ તેમની ભવિષ્યવાણીની બીજી વાત કે ઑસ્ટ્રેલિયા અપરાજિત નથી એ ખોટી સાબિત થઈ છે કારણકે ભારતે તમામ 10 મેચ પર વિજય મેળવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT