બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / AUDIO clip of Dhoraji MLA goes viral

ધોરાજી / હું પટ્ટાવાળો નથી ને ભાઈ, એક એક રિપોર્ટ ન આપવાના હોય: ધોરાજીના ધારાસભ્યની AUDIO ક્લિપ વાયરલ

Vishal Khamar

Last Updated: 10:10 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રજાનાં સેવક એવા ધારાસભ્યની એક નાગરિક સાથે અસભ્ય વર્તનની ઓડિયો ક્લીય હાલ લોકોમાં હાસ્યાસ્પદ બની છે. જેમાં ધારાસભ્યને ફોન કરી એક મતદારે રસ્તો બનાવવા માટે ઉઘડો લેતા ધારાસભ્ય દ્વારા મતદારને તુમાખી ભર્યા અંદાજમાં જવાબ આપ્યો હતો. જે ઓડિયો ક્લીપ વાયરલ થતા ધારાસભ્ય હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ભાજપમાં ભરતી મેળો, મતદારોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, ઓડિયો ક્લીય વાયરલ થવી જેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના ધોરાજીનાં ધારાસભ્ય સાથે બનવા પામી છે. જેમાં એક મતદારે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને ફોન કરી કહેલ કે, ધોરાજીથી છાડવાવદર ગામનો રસ્તો બનાવવા મામલે મતદારે ઉઘડો લીધો હતો. જે બાબતે ધારાસભ્ય દ્વારા ગુસ્સે થઈ મતદારને જવાબ આપ્યો હતો. જેની ઓડિયો ક્લીપ વાયરલ થતા હાલ ધારાસભ્ય ધોરાજીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 

હું પટ્ટાવાળો નથી, મારે બધાને હિસાબ આપવાનો ન હોય: મહેન્દ્ર પાડલીયા
ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો ઓડિયો વાયરલ થયો હતો. ગ્રામજને ધારાસભ્યને ફોન પર રોડના કામને લઈ ઉધડો લીધો હતો. મે મહિનામાં મંજૂર થયેલા રોડનું કામ શરૂ ન થતા ગ્રામજને ફરિયાદ કરી હતી. ગ્રામજનની રજૂઆત સાંભળી ધારાસભ્ય અકળાયા હતા. અને કહ્યુ હતું કે હું પટ્ટાવાળો નથી. મારે બધાને હિસાબ આપવાનો ન હોય. રોડ ક્યારે બનશે તે તો મને પણ ખબર નથી. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો ઓડિયો સમગ્ર રાજકોટ પંથકમાં વાયરલ થયો છે. 

વધુ વાંચોઃ આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા: જુઓ કયા કયા જિલ્લાઓમાંથી થશે પસાર

ધારાસભ્ય દ્વારા કહેલ કે રસ્તો થશે...થશે.....થશે જઃ મહેન્દ્ર પાડલીયા (ધારાસભ્ય, ધોરાજી)
મતદાર દ્વારા રોડનું કામ ચાલુ થવા બાબતે ધારાસભ્યને પૂછતા ધારાસભ્ય દ્વારા કહેલ કે, સરકારમાં કામ મંજૂર કરાવી દીધું છે. તેમજ તેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ જવા પામી છે. ત્યારે હવે આગામી ટૂંક સમયમાં રોડનું કામ ચાલુ થશે. રોડ બનવાનો છે. ચિંતા કરો નહી. જે બાદ ધારાસભ્ય દ્વારા કહેલ કે મારે તમને એક એક વસ્તુનો રિપોર્ટ ન આપવાનો હોય. જે બાદ મતદારે કહેલ કે અમે ક્યાં કીધું કે તમે પટાવાળો છો.  ત્યારે રોડ ન બનતા અમે કંટાળી ગયા છીએ. ત્યારે ધારાસભ્ય દ્વારા ટૂંક સમયમાં કામ ચાલુ કરાવવાનું મતદારને વચન આપ્યું હતું. જે બાદ મતદારે કહ્યું હતું કે, ગ્રામજનો દ્વારા નક્કી કર્યું છે કે જો આ વખતે રોડ નહી થાય તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે.  જે બાદ ધારાસભ્ય દ્વારા કહેલ કે રસ્તો થશે...થશે.....થશે જ. તેમજ સારી ક્વોલીટીનો પહોળો વ્હાઈટ. માત્રને માત્ર મેં જ કરાવ્યું છે. 26 કરોડનો રોડ મંજૂર થયો છે.  તેમજ આચાર સંહિતા પહેલા મને વર્ક ઓર્ડર જોઈએ તેમ મે રજૂઆત કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ