બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congres Bharat Jodo Nyaya Yatra will enter Gujarat today

લોકસભા ચૂંટણી 2024 / આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા: જુઓ કયા કયા જિલ્લાઓમાંથી થશે પસાર

Vishal Khamar

Last Updated: 09:14 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે રાજસ્થાનથી બપોરે યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યનાં 7 જીલ્લામાંથી પસાર થશે. આ ન્યાય યાત્રા દરમ્યાન 6 પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 70 થી વધુ સ્થળો સ્વાગત કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. રાજસ્થાનથી બપોરે 3 વાગ્યે ઝાલોદમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતનાં આદિવાસી વિસ્તાર પર છે. કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટબેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યની જરૂર છે અમારે કોઈની જરૂર નથીઃ ઈમરાન ખેડાવાલા (ધારાસભ્ય, જમાલપુર)
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ જીલ્લામાંથી પસાર થવાની છે.  જેને લઈ કોંગ્રેસનાં નેતાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદનાં જમાલપુર-ખાડીયાનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પંચમહાલ પહોંચ્યા હતા. તેમજ કોંગ્રેસનાં કાર્યકરો સાથે બેઠક કરી હતી. કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મને તો કોઈ ગૂંગળામણ થતી નથી. મારી વાત સાંભળો કોંગ્રેસ પાર્ટી તો એક વિચારધારા છે. 138 વર્ષ જૂની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યની જરૂર છે અમારે કોઈની જરૂર નથી. પરંતું કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેલો છે અમારો કાર્યકર. 30 વર્ષથી ગુજરાતમાં અમારી સત્તા નથી. પોલીસ અમારા કાર્યકરોનો દંડા મારતી હોય છે.  એમને ડીટેઈન કરીને લઈ જતી હોય તો પણ આજે કોંગ્રેસનાં કાર્યકર તરીકે લોકો મજબૂતીથી કોંગ્રેસને સાથ અને સહકાર આપે છે. 

8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા 

દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાશે કાર્યક્રમ 
ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું થશે સ્વાગત 
11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા
બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ 
હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન 
હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી 
પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા 
ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ 

9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા 

બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે
નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન 
રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત
બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં 2.30 વાગ્યે થશે કોર્નર બેઠક 

વધુ વાંચોઃ ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: ભાજપમાં જોડાવવા જઈ રહેલા મહેશ વસાવાથી પિતા છોટુ વસાવા નારાજ


10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન 

માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી 
બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન 
બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા 
વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે 
10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ