બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / Athos Salome prediction that in 2024 people will be able to talk with mourn after death
ADVERTISEMENT
દુનિયાનાં દરેક ખૂણામાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે લોકો શોક મનાવે છે. આ શોક સમય જતાં ઘટતો જાય છે અને લોકો ફરી એકવાર પોતાનું રોજિંદુ જીવન પહેલાની જેમ જીવવા લાગી જાય છે. લોકો પોતાના દુખનો ધીમે-ધીમે સ્વીકાર કરી લે છે. ધીમે-ધીમે લોકો મૃત વ્યક્તિને ભૂલવા માંડે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોકો કોઈના મૃત્યુ પર શોક મનાવવાનું જ બંધ કરી દે તો? કોઈનાં મૃત્યુ બાદ લોકો એ દુખનો સ્વીકાર જ ન કરે તો..?
ADVERTISEMENT
પહેલાં પણ સાચી થઈ છે ભવિષ્યવાણીઓ
એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આવું 2024માં થઈ શકે છે. ભવિષ્ય જોઈ શકવાની ક્ષમતા ધરાવતાં બ્રાઝીલમાં રહેતાં એક વ્યક્તિ Athos Salomeએ આવો દાવો કર્યો છે. તેમને પોતાની ભવિષ્યવાણીઓને લઈને જીવિત નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી થઈ છે. તેમણે ગયાવર્ષે મહારાણી એલિઝાબેથ દ્વિતીયની મોતથી લઈને એલન મસ્કનાં ટ્વીટરને એક્સમાં બદલવા અંગેની ઘટનાને લઈને ભવિષ્યવાણી કરી હતી.
ADVERTISEMENT
2024ને લઈને ભવિષ્યવાણી
એથોસે હવે 2024ની સાલને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેમણે પોતાની ઈંસ્ટાગ્રામની પોસ્ટ પર લખ્યું કે 2024માં એક ક્રાંતિ આવશે જેમાં લોકો AIની મદદથી વાતચીત કરી શકશે. આ કલ્પનાથી પર એક યાત્રા હશે. કલ્પના કરો કે તમે કોઈ મૃત સંબંધી કે મિત્રથી વાતચીત કરી શકશો અથવા તો પાછલા જન્મ સાથે સંકળાયેલા સીક્રેટ જાણી શકશો. આ બધું AIમાં ઈનોવેશનને લીધે શક્ય થશે.
એક મોટું પગલું
તેમણે કહ્યું કે આ ટેકનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સફળતા નથી પણ માનવયાત્રાને સમજવાની દિશામાં એક મોટું પગલું છે. આ રહસ્યો આપણાં જીવનમાં આરામ અને જીવનનાં મિશનની ગહન સમજ પ્રદાન કરવાનો વાયદો કરે છે. પણ આપણે તેના માટે કેટલા તૈયાર છીએ? વિશેષજ્ઞ આ મુદાઓ પર નજર રાખી રહ્યાં છે તેના પર ચર્ચા કરી રહ્યાં છે. આપણે આધ્યાત્મિક અને અસ્તિત્વ સંબંધિત ક્રાંતિ લાવવાનાં સ્ટેપ પર છીએ.
ADVERTISEMENT
મૃત વ્યક્તિનું ડિજિટલ વર્ઝન
તેમણે લખ્યું કે, એવા ઘણાં અહેવાલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક કંપનીઓ અને નિષ્ણાંતો આ વિષય પર કામ કરી રહ્યા છે. તેમાં કોઈ અંધશ્રદ્ધા નથી પણ તેમાં મૃત વ્યક્તિનું ડિજિટલ વર્ઝન બનાવવામાં આવશે જેમાં જીવતા લોકો સાથે વાત કરવાની સુવિધા મળશે . તેમાં GPT-4, સ્પીચ સિન્થેસિસ તેમજ AI જનરેશન ટૂલ્સ જેવા લેંગ્વેજ મોડલ્સનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.