બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 'Atal Bridge' became the center of attraction for 43 lakh tourists in 16 months, said 'Such bridges can be seen in foreign countries', the features are shocking

અદભુત નજરાણું / 16 મહિનામાં 43 લાખ પ્રવાસીઓ માટે 'અટલ બ્રિજ' બન્યો આકર્ષણનું કેન્દ્ર, કહ્યું 'આવાં બ્રિજ તો ફોરેનમાં જોવા મળે', ખાસિયતો ચોંકાવનારી

Vishal Khamar

Last Updated: 03:21 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે અદભુત નજરાણું જોવા મળે છે. વિદેસમાં જોવા મળે તેવો બ્રિજ અમદાવાદમાં પણ હવે જોવા મળી રહ્યો છે. અટલ બ્રિજ નામનો લોખંડનો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે સ્વદેશી સાથે વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

  • રિવર ફ્રન્ટ પર અદભૂત નજરાણું
  • આઇકોનિક અટલબ્રિજ આકર્ષણનું કેન્દ્ર 
  • 16 મહિનામાં 43 લાખ લોકોએ લીધી મુલાકાત 

અમદાવાદની સાબરમતી નદી કે જ્યાં પહેલા લોકો આવવાનું પણ પસંદ ન કરતા હતા. ત્યાં હવે દરરોજ હજારો લોકો સાબરમતી નદીની રિવરફ્રન્ટની મુલાકાત લઈ રહ્યા છે અને તેમાં પણ અટલ બ્રિજ ઉમેરાયા બાદ પ્રવાસોની સંખ્યામાં ઓર વધારો થયો છે. જે અટલ બ્રિજ અને રિવર પણ અમદાવાદની ઓળખ સાથે અમદાવાદનું ગૌરવ પણ બન્યું છે. સાબરમતી નદી પર 9 બ્રિજ આવેલા છે. પણ તે 9 બ્રિજ સિવાય બીજા બે બ્રિજ બન્યા જેમાં એક મેટ્રો રેલ બ્રિજ અને બીજો ફૂટ ઓવર બ્રિજ એવો અટલ બ્રિજ. પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્ક માંથી શરૂ થતો ફૂટ ઓવર બ્રિજ સામે પૂર્વ પટ્ટાને જોડતો બનાવાયો છે. જે વિદેશોમાં જોવા મળતા બ્રિજ જેવો જ બ્રિજ  બનાવાયો છે. જેથી લોકો આવા બ્રિજની મજા માણવા વિદેશ ન જવું પડે. અને એક અલગ અને નવું નજરાણું પણ મળી રહે. જે અટલ બ્રિજ ને લઈને લોકોએ AMC અને વડાપ્રધાનના વખાણ પણ કર્યા હતા. 

પ્રવાસીઓ અટલ બ્રિજ પરથી નદીના આહલાદક દ્રશ્યોની મજા માણે
આ બ્રિજ અલગ અલગ ખાસિયત ધરાવે છે. જે ખાસિયત જ તેને અન્ય બ્રિજ કરતા અલગ પાડે છે. અને માટે જ દરરોજ હજારો લોકો અટલ બ્રિજની મુલાકાત લે છે. જ્યાં કોઈ એકલા આવે છે. કોઈ પરિવાર સાથે કોઈ મિત્રો સાથે કોઈ ગ્રુપમાં આવે છે. અને સાબરમતી નદી પરના અટલ બ્રિજ અને અટલ બ્રિજ પરથી નદીના આહલાદક દ્રશ્યોની મજા માણે છે. મળતી માહિતી પ્રમાણે અટલ બ્રિજ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 16 મહિનામાં 43 લાખ લોકોએ તેની મુલાકાત લીધી. જેમાં દરરોજ 9 હજાર લોકો મુલાકાત લે છે. આ મુલાકાત ને લઈને રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ને 12 કરોડ ઉપર આવક થઈ છે.  

શુશાંત ભટ્ટ (માર્કેટિંગ હેડ. રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ)

સાબરમતી રિવર ફ્રન્ટ પર આ પહેલો પેડીસ્ટન બ્રિજ છે: શુશાંત ભટ્ટ (માર્કેટિંગ હેડ. રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ)
આ બાતે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનાં શુશાંત ભટ્ટે જણાવ્યું હતું કે,  અમારે એક જ હેતું હતો કે પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડવો. તમને ખ્યાલ હશે કે અમદાવાદ શહેરની અંદર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર  રેગ્યુલર બ્રિજ છે. સાબરમતી રિવર ફ્રન્ટ પર આ પહેલો પેડીસ્ટન બ્રિજ છે.  અટલ બ્રિજ પર તમે કોઈ પણ દિવસે આવો બંને બાજુથી લોકો આવે છે અને અટલ બ્રિજ પર મજા માણી રહ્યા છે. અટલ બ્રિજની ખાસીયત બાબતે તેમણે જણાવ્યું હતું કે, 300 મીટરની લંબાઈ છે. અટલ બ્રિજ ઉપરનાં ફાયબર છ અલગ અલગ કલરનાં છે.  ગુજરાતમાં કાઈટ ફેસ્ટીવલ પ્રખ્યાત છે. જેને લઈ બ્રિજ ઉપર અલગ અલગ કલરનાં ફાયબર લગાવવામાં આવ્યા છે. 

શુ છે અટલ બ્રિજની ખાસિયત...  

  • 2018માં શરૂ કરાયુ હતું ફૂટ ઓવર બ્રિજનું કામ
  • 79.29 કરોડના ખર્ચે તૈયાર થયો ફૂટ ઓવર બ્રિજ
  • બ્રિજની લંબાઈ 300 મીટર જ્યારે વચ્ચેના ભાગે પહોળાઈ 10 થી 14 મીટર
  • 2600 મેટ્રિક ટન લોખંડથી તૈયાર કરાયો ફૂટ ઓવર બ્રિજ
  • કાઇટ ફેસ્ટિબલ દર્શાવતી ડિઝાઇનમાં તૈયાર કરાયો બ્રિજ
  • કલર ચેન્જ થઈ શકે તેવી led લાઈટ પણ રખાઈ
  • બ્રિજ પર ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ હશે
  • બ્રિજ પર ફ્લોરિંગ પર લગાવેલ કાચ પરથી નદીનો નજારો
  • આગામી 50 વર્ષને ધ્યાને રાખી બ્રિજ બનાવાયો

પ્રવાસીઓ અટલ બ્રિજ પરથી નદીના આહલાદક દ્રશ્યોની મજા માણે
આ બ્રિજ અલગ અલગ ખાસિયત ધરાવે છે. જે ખાસિયત જ તેને અન્ય બ્રિજ કરતા અલગ પાડે છે. અને માટે જ દરરોજ હજારો લોકો અટલ બ્રિજની મુલાકાત લે છે. જ્યાં કોઈ એકલા આવે છે. કોઈ પરિવાર સાથે કોઈ મિત્રો સાથે કોઈ ગ્રુપમાં આવે છે. અને સાબરમતી નદી પરના અટલ બ્રિજ અને અટલ બ્રિજ પરથી નદીના આહલાદક દ્રશ્યોની મજા માણે છે. મળતી માહિતી પ્રમાણે અટલ બ્રિજ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 16 મહિનામાં 43 લાખ લોકોએ તેની મુલાકાત લીધી. જેમાં દરરોજ 9 હજાર લોકો મુલાકાત લે છે. આ મુલાકાત ને લઈને રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ને 12 કરોડ ઉપર આવક થઈ છે.

ર્ડા. અલકા કાતરિયા (મુલાકાતી)

અમદાવાદમાં પણ ખૂબ જ જોવા લાયક સ્થળ સારૂ મળી ગયુંઃ ર્ડા. અલકા કાતરિયા
અટલ બ્રિજ બાબતે મુલાકાતી ર્ડા. અલકા કાતરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને હરવા ફરવા માટે ખૂબ જ સારૂ કામ કર્યું છે. આવું અમે ક્યાંય જોયું ન હતું. ત્યારે હવે અમદાવાદમાં પણ ખૂબ જ જોવા લાયક સ્થળ સારૂ મળી ગયું છે.  તેમજ હાલ ફ્લાવર શો પણ ચાલી રહ્યો છે. તેમજ કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારૂ મેન્ટેઈન કરે છે. 

વધુ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉમટ્યાં રેકોર્ડબ્રેક પ્રવાસી, 5 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું, આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

મહત્વનું છે કે ફૂટ ઓવર બ્રિજનું કામ 2018માં શરૂ થયું હતું. 2022 માં કામ પૂર્ણ થયુ. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકયો. અને ત્યારથી આ બ્રિજ પર મુસાફરોની અવિરત સરવાણી ચાલી રહી છે.  કેમ કે આ અટલ બ્રિજ એ મારા અમદાવાદ નું ગૌરવ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ