બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / atal-bihari-vajpayee-prayer-sarvdaliya-prarthana-sabha-delhi

NULL / ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે વાજપાઇને અપાઇ સર્વદળીય શ્રદ્ધાંજલિ અડવાણી થયાં ભાવુક

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સાર્વજનિક સર્વદળીય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારના રોજ યોજાયેલ પ્રાર્થનાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત અને કોંગ્રેસના પીઢ નેતા ગુલાબ નબી આઝાદ ખાસ હાજર રહ્યા હતા. અટલજી સાથે 65 વર્ષ સુધી મિત્રતા નિભાવનાર લાલ કૃષ્ણ અડવાણી ભાવાજંલિ અર્પણ કરતા ભાવુક થયા હતા.
  પ્રાર્થના સભામાં ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે જીવનમાં અનેક સભાઓને સંબોધિત કરી છે પરંતુ આજ જેવી સભાને ક્યારેય સંબોધીત કરીશ તેવું ક્યારેય નહોંતુ વિચાર્યું. મે એક પુસ્તક લખ્યું હતું જેમાં અટલજી નહીં આવી શકતા મને ખુબ જ દુ:ખ થયેલ. હું મને સૌભાગ્યશાળી માનુ છું કે મારી અને અટલજીની મિત્રતા 65 વર્ષથી ચાલી આવે છે. અટલજી જમવાનું સારું બનાવતા હતા. તે પછી ખીચડ઼ી કેમ ન હોય.
  આ પહેલા પ્રાર્થના સભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે 11 મેના રોજ પરમાણુ પરીક્ષણ અટલજીની દ્રઢતાને કારણે શક્ય બન્યું. આ ઘટના બાદ દુનિયાએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધો.
  પરંતુ તેઓ અટલ હતા એટલે 11 મે બાદ 13 મેના રોજ દુનિયાને ફરી એકવાર ભારતનો પરચો જોવા મળ્યો. જીવન કેટલું લાંબુ છે તે મહત્વનું નથી પણ જીવન કેવું હોવું જોઇએ તે આપણા હાથમાં છે. અટલજી પોતાના નામથી જ અટલ નહોંતા પરંતુ તેમના વ્યવહારમાં પણ અટલ ભાવ નજર આવતો હતો.
  ઉલ્લેખનીય છે કે પ્રાર્થના સભામાં અડવાણી બાદ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે શાબ્દિક શ્રધ્ધાસુમન અટલ બિહારી વાજપાઇને અર્પણ કર્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ભાજપ આજે ફળદાયી છે.
  વધુમાં તેમણે કહ્યું કે મને એટલુ વધારે સાનિધ્ય અટલજીનું નથી મળ્યું પરંતુ હું તેમના ભાષાણ સાંભળવા જતો હતો. અટલજીની બધાની સાથે મિત્રતા ધરાવતા હતા. સાર્વજનિક જીવનમાં પોતાની આટલી ઉંચાઇ પર પહોંચ્યા બાદ પણ તેઓ સામાન્ય માણસ માટે સંવેદનશીલ હતા.   

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ