બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / At the beginning of the new year, people flocked to temples including Ambaji to Poicha

નૂતન વર્ષાભિનંદન / નૂતન વર્ષના પ્રારંભે અંબાજીથી લઇને પોઈચા સહિતના મંદિરોમાં ઉમટ્યું માનવ મહેરામણ, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

Priyakant

Last Updated: 09:11 AM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DIWALI 2023 News: હિન્દૂ નૂતન વર્ષનો પ્રારંભ થતાંની સાથે વહેલી સવારથી જ ભક્તો માં અંબાના દર્શને પહોંચ્યા, પોઇચામાં પણ ભક્તોની ભારે ભીડ

  • ગુજરાતી કેલેન્ડર અનુસાર આજથી ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત
  • નૂતન વર્ષના પર્વ પર અંબાજી-પોઇચા સહિત અનેક મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
  • લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી 

DIWALI 2023 : આજથી ગુજરાતી કેલેન્ડર અનુસાર ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઈ છે. રાજ્ય ભરનાં મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શુભેચ્છા મુલાકાત કરશે. આ તરફ અંબાજીથી પોઇચા સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. 

અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર
આજ થી ગુજરાત હિન્દૂ નૂતન વર્ષનો પ્રારંભ થતાંની સાથે વહેલી સવારથી જ ભક્તો માં અંબાના દર્શને પહોંચ્યા છે. બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મેહરામણ ઉમટ્યું  છે. મહત્વનું છે કે, માં જગતજનની અંબાના દર્શન કરી ભક્તોએ વર્ષની શરૂઆત કરી. 

પોઇચા નિલકંઠવર્ણી ધામમાં ભક્તોની ભારે ભીડ 
નર્મદા તટે પોઇચા ગામે  નિલકંઠવર્ણી ધામમાં દિવાળીનું મિનિવેકેશન હોવાથી અને આજે નવાવર્ષમાં ભક્તોનું ઘોડાપુર અહી ઉમટી રહ્યું છે. આ સાથે સ્વામિનારાયણ મંદિર ના 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવની ઉજવણી પણ આજથી એટલે કે નવાવર્ષ કરવામાં આવી રહી છે. 

પોઇચા નિલકંઠવર્ણી ધામ
જેના દર્શન માત્રથી પવિત્ર થઇ જવાય છે એવી સલીલા મા નર્મદાના તટે અહીં 9 વર્ષથી ઇજનેરી કળાનુ કુંશલ્ય સમુ 105 એકરમા પથરાયેલ નિલકંઠ વર્ણી ધામ બન્યુ છે. જેનાથી ધાર્મિક શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે નર્મદા જીલ્લો આગવુ સ્થાન પ્રાપ્ત કરે તો નવાઇ નહીં. ભારતમાં દિલ્હી અને ગાંધીનગરમાં બનાવવામા આવેલ અક્ષરધામ મંદિર કરતા કઈક અલગ જ પોઇચા ખાતે બનાવવામા આવેલ આ નિલકંઠવર્ણી ધામ તળાવની ફરતે બનાવવામા આવેલ હોય તેમ  વિશ્ર્વભરમા પ્રથમ વખત બનાવવામા આવેલુ છે. આજ તળાવના પાણી વડે જ આ મંદિરમા સ્થાપિત તમામ દેવી દેવતાએા પર જળાભિષેક  થાય છે. અહીં ભગવાન સ્વામિનારાયણનુ યુવા સ્વરૂપ નિલકંઠ વર્ણી, રાધા-કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, ગણપતીજી, હનુમાનજી, શીવજી અને 24 શાલી ગ્રામની વિધીવત પ્રતીષ્ઠા કરવામા આવી હતી. 

આ ધાર્મિક સ્થાન માત્ર ધાર્મિક સ્થાન જ ન બની રહે અને બાળકોને અને મોટેરાઓ ને પણ હરવા ફરવાનુ ગમે તે માટે અહીં બાળકો માટે અલગ પાર્ક અને યુવાનો માટે ટ્રેકિંગ કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા છે. માત્ર હરવા ફરવા આવતા પ્રવસીઓ અહીં આવે તો પણ પ્રફુલ્લિત મને પરત ફરે તેવુ વાતાવરણ અહીં બન્યુ છે. સવાર અને સાંજની આરતી સમયે તો અહીંનુ વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. હાલ દિવાળી નું મિનિવેશન પણ ચાલુ છે અને આજે બેસતું વર્ષ એટલે લોકો પહેલા નવાવર્ષ માં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે આ પોઈચા સ્વામિનારાયણ મંદિરે દિવાળી અને નવાવર્ષમાં એક દિવસમાં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે. જોકે અહીં આવતા પ્રવાસીઓમાં મંદિરમાં પ્રવેશતા જ એક અલગ અનુભૂતિ થાય છે જેને કારણે મંદિર પરિષદમાં જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ