બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Asteroid Bennu is coming towards the earth nasa is trying to avoid Collison

વિજ્ઞાન / ધરતી પર પ્રલયના પડઘમ.! 22 એટમી બોમ્બની તાકાત ધરાવતા દુશ્મન બેન્નૂની તેજ રફતાર, તબાહીનો અંદાજો લગાવવો મુશ્કેલ I

Vaidehi

Last Updated: 07:11 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ધરતી પણ તબાહી મચાવવા ઉલ્કાપિંડ આવી રહ્યું છે? નાસાએ બેન્નૂ નામનાં ઉલ્કાપિંડની માહિતી આપી છે. માહિતી અનુસાર જો બેન્નૂ પૃથ્વીથી અથડાયો તો મોટો વિસ્ફોટ થશે.

  • ધરતીને ટક્કર મારી શકે છે બેન્નૂ ઉલ્કાપિંડ
  • નાસાએ આપી છે આ ઉલ્કાપિંડની વિગતવાર માહિતી
  • જો પૃથ્વી સાથે અથડાશે તો માનવજીવન સમાપ્ત પણ થઈ શકે છે

માહિતી અનુસાર બેન્નૂ નામક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે દર 6 વર્ષે આ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થાય છે પણ એવો દિવસ પણ આવી શકે છે જ્યારે આ ઉલ્કાપિંડ ધરતી સાથે અથડાય. જો આ બેન્નૂ પૃથ્વીને ટક્કર મારશે તો 22 પરમાણુ બોમ્બ જેવા વિસ્ફોટ જેવી તબાહી મચી શકે છે.

બેન્નૂ ઉલ્કાપિંડ ક્યારે પૃથ્વી સાથે અથડાશે?
ધરતીને સૌથી વધુ ખતરો ઉલ્કાઓથી હોય છે. ઉલ્કાપિંડ બેન્નૂ ધરતી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર જો તે ધરતીથી અથડાય છે તો 22 પરમાણુ બોમ્બ જેવો ધમાકો કરશે અને તેનાથી થનારી તબાહી ભયાવહ હશે. આશરે 6 વર્ષ બાદ કોઈને કોઈ ઉલ્કાપિંડ ધરતીની નજીકથી નિકળે છે. મોટાભાગે આ ઉલ્કાપિંડો ઘર્ષણનાં કારણે ઉપરી વાયુમંડલમાં જ નાશ પામે છે. પણ મીડિયા રિપોર્ટ અનુસાર 159 વર્ષ બાદ આ ઉલ્કા પૃથ્વી સાથે અથડાશે. નાસા એવું યંત્ર તૈયાર કરી રહી છે જેનાથી બેન્નૂનો વિનાશ કરી શકાય.નાસા પ્રયાસ કરી રહી છે કે બેન્નૂ ઉલ્કાપિંડની દિશામાં ફેરફાર કરી શકાય.

190 વખત ધરતી સાથે અથડાયા છે આવા ઉલ્કાપિંડો
જો બેન્નૂ ધરતી સાથે અથડાય છે તો 1200 મેગાટન TNT જેટલી ઊર્જા નિકળશે જે 1945માં હિરોશિમા પર નાખવામાં આવેલા લિટિલ બોય પરમાણુ બોમ્બ 0.015 મેગાટન TNTથી ઘણો વધારે છે. નાસા અનુસાર 2036માં ક્ષુદ્રગ્રહ પૃથ્વી સાથે નહીં અથડાય. 2036માં આ ઉલ્કાપિંડ પૃથ્વીની સપાટીથી લગભગ 19000 મીલ ઉપરથી પસાર થઈ જશે. પૃછ્વી ગ્રહ 4.5 અરબ વર્ષોથી પણ વધારે સમયથી અસ્તિત્વમાં છે અને ઈતિહાસ દરમિયાન આશરે 190 વખત ક્ષુદ્રગ્રહો સાથે પૃથ્વી અથડાઈ છે. પરંતુ એવી 3 મોટી ઘટના હતી જ્યારે ક્ષુદ્રગ્રહ એટલો મોટો હતો કે વૈજ્ઞાનિકોની માન્યતા અનુસાર એ સમયે માનવજીવન સમાપ્ત થઈ ગયું હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ