બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / assembly election result 2023 madhya pradesh rajasthan chhattisgarh bjp graph 2014 to 2023 ntc pryd

સત્તા / દેશ કેસરિયામય! હવે 17 રાજ્યોમાં ભાજપ સરકાર, જુઓ દેશની રાજનીતિમાં કેવી રીતે ચડયો ભગવા રંગ

Dinesh

Last Updated: 07:40 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જીત મેળવ્યા પછી ભાજપ હવે 17 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે

  • મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સત્તા
  • ભાજપ હવે 17 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકારમાં બનાવશે
  • દેશના 58 ટકા વિસ્તાર અને 57 ટકા વસ્તી પર ભાજપનું શાસન


મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન આ ત્રણેય રાજ્યમાં હવે ભાજપની સરકાર બનશે. ત્રણેય રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી ભાજપ 164 બેઠકો પર આગળ છે. અત્રે જણાવીએ કે, મધ્ય પ્રદેશમાં 2013ની ચૂંટણીમાં ભાજપે 165 બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં પણ ભાજપ 117 બેઠકો પર જીત મેળવતું જોવા મળી રહ્યું છે. છત્તીસગઢમાં પણ પાર્ટીને 90માંથી 56 બેઠકો મળતી દેખાઈ રહી છે. હિન્દી પટ્ટાના આ ત્રણ રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ રાજ્યોમાં લોકસભાની 65 બેઠકો છે. આ રાજ્યોમાં જીત સાથે ભાજપ હવે 17 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકારમાં છે અથવા સરકારમાં સહયોગી છે.

2014માં કેટલો રાજ
દેશના રાજકીય નકશા પર નજર કરીએ તો અત્યારે દેશના 58 ટકા વિસ્તાર અને 57 ટકા વસ્તી પર ભાજપનું શાસન છે. ડિસેમ્બર 2014 સુધી ભાજપે 53 ટકા વિસ્તાર અને 40 ટકા વસ્તી પર શાસન કર્યું હતું. ડિસેમ્બર 2017 સુધી ભાજપે 78 ટકા વિસ્તાર અને 69 ટકા વસ્તી પર શાસન કર્યું હતું. 2018થી ભાજપનો વિજય રથ અટકવા લાગ્યો હતો. તે વર્ષે ભાજપે કર્ણાટકમાં પ્રથમ વખત સત્તા ગુમાવી હતી. પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પણમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

2019માં ભાજપનો શુ સિતારો હતો
ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. પરંતુ રાજ્યોમાં તેની સરકારો પડતી હતી. પરિણામ એ આવ્યું કે ડિસેમ્બર 2019 સુધીમાં ભાજપનું શાસન ઘટીને 34 ટકા વિસ્તાર અને 44 ટકા વસ્તી થઈ ગયું. જો કે આ પછી ભાજપનો ગ્રાફ ફરી વધ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ