બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / asin nowadays who married a businessman worked with akshay kumar and south stars

મનોરંજન / અબજોપતિ સાથે લગ્ન કરવા 37ની ઉંમરમાં છોડી દીધી ફિલ્મો, ગઝની ફિલ્મના કારણે થઈ હતી પોપ્યુલર, જાણો કોણ છે બિઝનેસ પતિ

Manisha Jogi

Last Updated: 12:51 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે, જેમનું સક્સેસફુલ કરિઅર પીક પર હોવા છતાં એક્ટિંગને અલવિદા કહી દીધું છે. આમિર ખાન, અક્ષય કુમાર અને સૂર્યા જેવા અનેક સુપરસ્ટાર સાથે બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે.

  • અનેક અભિનેત્રીઓએ એક્ટિંગને અલવિદા કહી દીધું છે
  • જેમાં એક સાઉથ અભિનેત્રી પણ શામેલ
  • આ અભિનેત્રીએ એક અરબપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે, જેમનું સક્સેસફુલ કરિઅર પીક પર હોવા છતાં એક્ટિંગને અલવિદા કહી દીધું છે. જેમાં એક સાઉથ અભિનેત્રી પણ શામેલ છે, જે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ હતી. તે સમયે આ અભિનેત્રીએ એક અરબપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા અને સિનેમાને ગુડબાય કહી દીધું. આ અભિનેત્રીએ સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને સૂર્યા જેવા અનેક સુપરસ્ટાર સાથે બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. 

અહીંયા અસિન થોટ્ટુમકલની વાત કરવામાં આવી છે, જેણે રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે અને કરિઅરના પીક પર એક્ટિંગ છોડી દીધી હતી. અસિન હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. અસિને ભારતીય સિનેમાના અનેક ટોપ અભિનેતાઓ સાથે કામ કર્યું છે. અસિનનો જન્મ 26 ઓક્ટોબર 1985ના રોજ થયો હતો અને તેણે તમિલ તથા તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અસિન એક ભરતનાટ્યમ ડાંસર પણ છે અને અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેયર પુરસ્કાર જીત્યા છે. 

અસિને 15 વર્ષની ઉંમરે વર્ષ 2001માં સત્યન એંથિક્કડની મલયાલમ ફિલ્મ ‘નરેંદ્રન માકન જયકાંતન વાકા’થી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. અસિને સાઉથની સાથે સાથે બોલીવુડમાં પણ સુપરહિટ ફિલ્મો આપી છે. 

અસિને વર્ષ 2003માં ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ તેલુગુ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો હતો. અસિનને તેની ત્રીજી તમિલ ફિલ્મ ગજની માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ તમિલ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો, આ ફિલ્મ વર્ષ 2005માં આવી હતી. અસિને ફિલ્મ ‘શિવકાશી’ (2005), ‘વરલારુ’ (2006), ‘પોક્કિરી’ (2007), ‘વેલ’ (2008) અને ‘દશાવતરમ’ (2008) જેવી અનેક ફિલ્મોમાં લીડ પાત્ર ભજવ્યું છે. 

અસિને વર્ષ 2008માં આમિર ખાન સાથે ફિલ્મ ‘ગજની’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. અસિને 19 જાન્યુઆરી 2016ના રોજ દિલ્હીની દુસિત દેવરાના હોટલમાં માઈક્રોમેક્સના CEO રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રો શામેલ થયા હતા. 

રાહુલ શર્મા કોણ છે?
રાહુલ શર્માનો 14 સપ્ટેમ્બર 1975ના રોજ થયો હતો. રાહુલ શર્માને ટેકનિકલ જાદુગર કહેવામાં આવે છે. તેમણે બે ગ્રેજ્યુએટ ડિગ્રી, રાષ્ટ્રસંત તુકાડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરીંગ અને કેનેડાના સસ્કેચેવાન યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યુ હતું. ફોર્બ્સ અનુસાર રાહુલ શર્માને ટીનએજથી જ એંબેડેડ ટેકનોલોજી પ્રત્યે ઝુનૂન હતું. આ કારણોસર તેમણે માઈક્રોમેક્સની સ્તાપના કરી. રાહુલ શર્માએ વર્ષ 2000માં તેના મિત્રો રાજેશ અગ્રવાલ, વિકાસ જૈન અને સુમિત અરોરા સાથે માઈક્રોમેક્સ ઈન્ફોર્મેટિક્સની સ્થાપના કરી હતી. 

વર્ષ 2010માં રાહુલ શર્માને ફોર્બ્સ પર્સન ઓફ ધ યર, 2013માં ‘જીક્યૂ મેન ઓફ ધ યર (એક્સિલેન્સ ઈન બિઝનેસ)’થી સમ્માનિત કરવામાં આવ્યા. ફોર્ચ્યુન મેગેઝીનની વર્ષ 2014ની ગ્લોબલ પાવર લિસ્ટ- 2014ની ફોર્ચ્યુનની ‘અંડર 40’ યાદીમાં શામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2017માં ફોર્બ્સે રાહુલ શર્માની કુલ સંપત્તિ 1,300 કરોડ હોવાનું જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ