બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:32 PM, 9 March 2024
આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે બીજી વખત આ પદ સંભાળ્યું છે. પહેલેથી જ તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી અને હવે જ્યારે પરિણામો જાહેર થઈ ગયા છે, ત્યારે તેઓ બીજી વખત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે. વિવાદોમાં રહેલા ઝરદારી રાજકારણમાં ઘણા જૂના ખેલાડી છે અને પાકિસ્તાનના રાજકારણમાં તેમનું કદ ઘણું મોટું માનવામાં આવે છે.
ADVERTISEMENT
Asif Ali Zardari elected as 14th Pakistan President
— ANI Digital (@ani_digital) March 9, 2024
Read @ANI Story | https://t.co/w5qiWX9tqu#Pakistan #AsifAliZardari #PakistanPresidentialElections pic.twitter.com/86WsADBnZs
ADVERTISEMENT
411 મતો સાથે ઝરદારીએ આસાન વિજય નોંધાવ્યો
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આસિફ અલી ઝરદારીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા શહેબાઝ શરીફના નેતૃત્વમાં છ પાર્ટીઓના ગઠબંધન દ્વારા ટોચના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. હવે 411 મતો સાથે ઝરદારીએ આસાન વિજય નોંધાવ્યો છે. તેમના પ્રતિસ્પર્ધી મહમૂદ અચકઝાઈને માત્ર 181 વોટ મળી શક્યા, તેથી ઝરદારીને બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માટે વધુ મહેનત કરવી પડી નહીં.
ADVERTISEMENT
વધુ વાંચો : 'મદદમાં મળેલા રૂપિયાથી અન્ય દેશોને દેવું ચૂકવી ન શકાય', પાકિસ્તાનને સહાય કરનારને ભારતની વૉર્નિંગ
2008માં પહેલીવાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની તક મળી
ADVERTISEMENT
આ પહેલા 2008માં આસિફ અલી ઝરદારીને પહેલીવાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની તક મળી હતી. ત્યારબાદ તેઓ 2013 સુધી આ પદ પર રહ્યા. હવે 11 વર્ષ બાદ તેમનો રાજકીય વનવાસ સમાપ્ત થયો છે અને નવાઝની પાર્ટીને મોટી જીત નોંધાવ્યા બાદ તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે. ખેર, એ અલગ વાત છે કે જરાદારીના હરીફ દ્વારા ગોટાળાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, તેમના વતી કોર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે દરમિયાનગીરી ન કરી હોવાથી તેમનો રસ્તો સરળ હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.