બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ASIA CUP 2023 IND VS PAK: India eager to see Virat Kohli's deadly batting, many records can be broken, suspense still on Akshar Patel

ASIA CUP 2023 / IND VS PAK : વિરાટ કોહલીની ઘાતક બેટિંગ જોવા માટે તલપાપડ ભારત, તૂટી શકે છે અનેક રેકોર્ડ, અક્ષર પટેલ પર હજુ સસ્પેન્સ

Megha

Last Updated: 10:35 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Pakistan Asia Cup 2023: ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરવા જઈ રહી છે. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે કેટલાક મોટા રેકોર્ડ બનાવવાની તક છે

  • આજે ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2023ની શાનદાર મેચ રમાશે 
  • ભારત અને પાકિસ્તાન ODI એશિયા કપમાં કુલ 13 વખત ટકરાયા
  • રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે કેટલાક મોટા રેકોર્ડ બનાવવાની તક 
  • વિરાટ, રોહિત અને ગિલની ત્રિપુટી પાકિસ્તાન પર પડશે ભારી?

India vs Pakistan Asia Cup 2023:એશિયા કપ 2023ની શાનદાર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે શનિવાર 2જી સપ્ટેમ્બરે રમાવાની છે.  ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023ની આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ આજે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જવાબદારી રોહિત શર્માના ખભા પર હશે, જ્યારે બાબર આઝમ પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે.

ભારત અને પાકિસ્તાન ODI એશિયા કપમાં કુલ 13 વખત ટકરાયા
બીજી તરફ એશિયા કપ 2023માં પાકિસ્તાનની આ બીજી મેચ હશે.પાકિસ્તાને તેની પ્રથમ મેચ નેપાળ સામે રમી હતી જેમાં તેણે 238 રનથી મોટી જીત નોંધાવી હતી.જો કે તેની ખરી કસોટી આજે ભારત સામે થવાની છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનનો રેકોર્ડ સારો રહ્યો નથી. ભારત અને પાકિસ્તાન ODI એશિયા કપમાં કુલ 13 વખત ટકરાયા છે, જેમાં ભારતે 7 વખત જીત મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. નોંધનીય છે કે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે, જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોની તૈયારી માટે મહત્વપૂર્ણ રહેશે.

હરિસ રઉફના બોલ પર વિરાટ કોહલીનો શાનદાર શોટ યાદ જ હશે 
ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન હરિસ રઉફના બોલ પર વિરાટ કોહલીનો શાનદાર શોટ ભારતીય ક્રિકેટ ચાહકોને હજુ પણ યાદ હશે. તે જ સમયે પાકિસ્તાની ચાહકો એ ઘટનાને પણ ભૂલ્યા નહીં હોય જ્યારે શાહીન આફ્રિદીના ઝડપી બોલનો સામનો કરવામાં નિષ્ફળ રહેલો રોહિત એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આ પ્રકારનું પ્રદર્શન ખેલાડીઓને દિગ્ગજ બનાવે છે અને એશિયા કપમાં બંને ટીમોના સ્ટાર્સને પોતપોતાના દેશોમાં લોકપ્રિયતાના શિખરે પહોંચવાની વધુ એક તક મળશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે કેટલાક મોટા રેકોર્ડ બનાવવાની તક છે 
ભારતીય ચાહકોને આશા છે કે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચમાં બેટથી શાનદાર પ્રદર્શન કરશે. બંને સ્ટાર ખેલાડીઓ પાસે કેટલાક મોટા રેકોર્ડ બનાવવાની તક હશે. જો રોહિત આ મેચમાં બે સિક્સર ફટકારે છે તો તે એશિયા કપના ODI ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની જશે. આ મામલે રોહિત સુરેશ રૈનાને પાછળ છોડી દેશે જેણે 18 સિક્સ ફટકારી હતી. આટલું જ નહીં, રોહિત એશિયા કપના ODI ફોર્મેટમાં સચિન તેંડુલકરના અડધી સદીના રેકોર્ડની બરાબરી કરી શકે છે. તેંડુલકર હાલમાં એશિયા કપના ODI ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદી (7) ફટકારનાર ભારતીય બેટ્સમેન છે.

શું કોહલી આજે ધોની-સચિનને પાછળ છોડી શકશે?
બીજી તરફ વિરાટ કોહલી પાકિસ્તાન સામે 36 રન બનાવીને એક વિશેષ માઈલસ્ટોન હાંસલ કરશે. કોહલી એશિયા કપના ODI ફોર્મેટમાં રનના મામલામાં મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે. ધોનીએ એશિયા કપના ODI ફોર્મેટમાં કુલ 19 મેચ રમી અને 648 રન બનાવ્યા. જ્યારે કોહલીએ એશિયા કપના વનડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 613 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને એક અડધી સદી સામેલ છે.

સાથે જ જો વિરાટ કોહલી આ મેચમાં 102 રન બનાવી લે છે તો તે ODIમાં સૌથી ઝડપી 13,000 રન બનાવનાર બેટ્સમેન બની જશે. કોહલી આ મામલે સચિન તેંડુલકરને પછાડશે, જેણે 321 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ અત્યાર સુધી 265 ODI ઇનિંગ્સમાં 57.32ની એવરેજથી 12898 રન બનાવ્યા છે, જેમાં 46 સદી અને 65 અડધી સદી સામેલ છે.

વિરાટ, રોહિત અને ગિલની ત્રિપુટી પાકિસ્તાન પર પડશે ભારી?
મેચ દરમિયાન ભારતીય ચાહકો એવી આશા રાખશે કે કોઈપણ રીતે વિરાટ, રોહિત અને શુભમન ગિલની ત્રિપુટી રઉફ, શાહીન અને નસીમ શાહને જોરદાર ટક્કર આપે. જો કે ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરને લઈને હજુ પણ મૂંઝવણ છે. પ્રથમ બે મેચમાંથી બહાર થયેલા કેએલ રાહુલની ગેરહાજરીએ ભારતની મુશ્કેલીઓ વધારી દીધી છે. આવી સ્થિતિમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને મિડલ ઓર્ડરમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, પરંતુ ચોથા અને પાંચમા નંબર વિશે કંઈ નક્કી નથી. ઈશાન કિશન ક્યારેય પાંચમા નંબર પર બેટિંગ કરી નથી અને મિડલ ઓર્ડરમાં તેની એવરેજ માત્ર 22.75 છે. મહત્વનું છે કે હવામાન વિભાગે શનિવારે પલ્લેકેલેમાં વરસાદની આગાહી કરી છે, જેના કારણે બંને ટીમના ચાહકોની આશાઓ પર પાણી ફેરવવાની સંભાવના છે. 

પાકિસ્તાની ખેલાડીઓ પાસે એટલો અનુભવ નથી
બીજી તરફ પાકિસ્તાનની ટીમે આ મેચ માટે પોતાના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાની ટીમના પ્લેઇંગ-11માં એ જ ખેલાડીઓ સામેલ છે જેમને નેપાળ સામેની મેચમાં ટીમને જીત અપાવી હતી. જો કે પાકિસ્તાની ખેલાડીઓ પાસે ODI ક્રિકેટનો એટલો અનુભવ નથી. વર્લ્ડ કપ 2019 થી, પાકિસ્તાને માત્ર 32 ODI રમી તો તેની સામે ભારતને 57 મેચ રમવાની તક મળી.

અક્ષર પટેલને મળશે તક?
બોલિંગમાં જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસીથી ભારતની બોલિંગ મજબૂત બની છે. આયર્લેન્ડ સામેની ટી20 સીરિઝમાં બંનેએ ઘણી સારી બોલિંગ કરી હતી, પરંતુ તે 50 ઓવરના ફોર્મેટમાં કેવી રીતે રમે છે તે જોવાનું રહે છે. સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજાની પસંદગી નિશ્ચિત છે જે સાતમા નંબરે બેટિંગ કરશે. ભારતે કુલદીપ યાદવ અને અક્ષર પટેલમાંથી એકની પસંદગી કાળજીપૂર્વક કરવી પડશે. કુલદીપે આ વર્ષે 11 વનડેમાં 22 વિકેટ લીધી છે જ્યારે અક્ષરે છ મેચમાં માત્ર ત્રણ વિકેટ લીધી છે. 

ભારત અને પાકિસ્તાનની ટીમો નીચે મુજબ છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા
ટ્રાવેલિંગ રિઝર્વ: સંજુ સેમસન

પાકિસ્તાનની પ્લેઇંગ-11: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ