બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / As many as 30 patients are suffering from brain fog due to the side effects of the drug

અમદાવાદ / અગાઉ કોરોના થયો હોય તો ખતરો! લોકોને બ્રેન ફોગની બિમારીએ લપેટામાં લીધા, આ છે લક્ષણો

Vishal Khamar

Last Updated: 04:34 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની વેશ્વિક મહામારી ની અસરો પણ વર્તમાન સમયમાં જોવા મળી રહી છે જે લોકો સખત રીતે કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને આડે ઘડ દવાઓ દઇને સારા થયા છે. તેવા દર્દીઓ માંથી કેટલાક દર્દીઓને દવાની આડઅસરો જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો દવાની આડઅસરના કારણે રોજના 30 જેટલા દર્દીઓ હાલમાં બ્રેન ફોગનો ભોગ બની રહ્યા છે.

  • કોરોનાની વૈશ્વિક મહામારીની અસરો વર્તમાન સમયમાં પણ જોવા મળી રહી છે
  • કોરોનાની ઝપેટમાં આવેલા લોકો આડેધડ દવા લઈ સાજા થયા
  • દવાની આડઅસરનાં કારણે રોજના 30 જેટલા દર્દીઓ બ્રેન ફોગનો ભોગ બન્યા

 કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રથમ લહેરમાં ડોક્ટરોને પણ ખબર ન હતી કે કોરોનાની બિમારીમાં કેવા પ્રકારની સારવાર  અને કઇ દવાઓની જરૂર પડશે જેથી તમામ ડોક્ટોરોએ ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. પરંતુ અમેરીકામાં એટોપ્સી કરાઇ ત્યારબાદ કોરોનાની દવાઓમાં જે વાઇરસની દવાનો ઉપયોગ કરતા હતા. તે દવામાં વાપરવાનુ નક્કી કરવામાં આવ્યુ જેમાં રેમ્ડેસિવીર, ટોક્સીઝુમુબેલ ઇન્જેક્શન, ફેવીપીરામીડ અને સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનેક દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા હતા તે સમયે આજ પ્રકારની દવાઓ આપવામાં આવી હતી. પરંતુ હવે આ તમામ દવાઓની આડઅસર જોવા મળી રહી છે જેમાં પહેલા થાપાના બોલ ટુટી જવાની ઘટનાઓ આવી પરંતુ હવે માઇન્ડ ફોગ એટલે કે બ્રેન ફોગના કિસ્સાઓ સામે આવ્યા છે. 

ડો. યોગેશ ગુપ્તા (એમ.ડી.)

શરીરની ક્ષમતા કરતા વઘારો દવાનુ સેવન હોવાનુ કારણ સામે આવ્યુ 
બ્રેન ફોગની વાત કરવામાં આવે તો કોરોનાના સમયમાં અતિશય અને શરીરની ક્ષમતા કરતા વઘુ દવાઓ અને સ્ટીરોઇડના સેવનના કારણે અમુક વર્ષના અંતરે આ રોગ થવાની શક્યતાઓ થાય છે. જેમાં અમદાવામાં હાલમાં દર મહિને 40 જેટલા બ્રેન ફોગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બ્રેન ફોગના લક્ષણોની વાત કરવામાં આવે તો માણસ કોઇ કામ કરતા કરતા મહત્વનું કામ ભુલી જાય છે. જે વ્યક્તિ સાથે મુલાકાત કરી હોય તેવા વ્યક્તિને કલાકો પછી ભુલી જવા, સ્થિરતાથી કામ ન થઇ શકે તે તમામ બ્રેન ફોગના લક્ષણો છે. કારણે કોરોનાની સારવાર દરમિયાન શરીરની ક્ષમતા કરતા વઘારો દવાનુ સેવન હોવાનુ કારણ સામે આવ્યુ છે. 

વધુ વાંચોઃ 'પૈસા ભર્યા છે છતાંય જોતા નથી', AMCએ સોસાયટીની ઓફિસને સીલ મારી દેતા નાગરિકો અકળાયાં

ખાનગી હોસ્પીટલમાં દર મહિને બ્રેન ફોગના દર્દીઓ સામે આવી રહ્યા 
આમ હાલમાં અમદાવાદની ફક્ત ખાનગી હોસ્પીટલમાં દર મહિને બ્રેન ફોગના દર્દીઓ સામે આવી રહ્યા છે. પરંતુ ભારત દેશમાં ઓરલ એટોપ્સી ના હોવાને કારણે બ્રેન ફોગના ચોક્કસ આંકડા બહાર આવી શક્તા નથી. પરંતુ તેમ છતા ખાનગી હોસ્પીટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં દર મહિને 40 જેટલા બ્રેન ફોગના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે જો આવા કોઇ લક્ષણ દેખાય તો પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ