બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:21 PM, 11 December 2023
ADVERTISEMENT
જમ્મૂ કાશ્મીરમાંથી 370 હટાવ્યા પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય અને સંવિધાન સમ્મત ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં જણાવ્યું છે કે, અનુચ્છેદ 370 અસ્થાયી જોગવાઈ હતી, કેન્દ્ર સરકારે જે પણ નિર્ણય લીધો હતો તે સંવિધાનના હિતમાં લીધેલ નિર્ણય હતો. કોર્ટે જમ્મૂ કાશ્મીરમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે.
પાકિસ્તાનમાં ખળભળાટ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પાકિસ્તાની વિદેશ મંત્રાલયને કંઈ સૂઝ નથી પડી રહી. વિદેશ મંત્રાલય આ બાબતે નિવેદન જાહેર કરી શકે છે, પરંતુ આ બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર વિદેશ મંત્રાલય સોમવારે સાંજે આ બાબતે પ્રતિક્રિયા આપી શકે છે.
ADVERTISEMENT
શહબાઝ શરીફનું નિવેદન
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી શહબાઝ શરીફે જણાવ્યું કે, ‘ભારતીય સુપ્રીમ કોર્ટે સંયુક્ત રાષ્ટ્રની રજૂઆતો વિરુદ્ધ નિર્ણય આપીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે લાખો કાશ્મીરીઓના બલિદાનને દગો આપ્યો છે. આ નિર્ણયને ન્યાયની હત્યાને માન્યતા આપવા પ્રમાણે જોવામાં આવશે.’
જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ભારતનો વિરોધ કર્યો હતો. અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભારતે કાશ્મીરમાં G20 બેઠક કરી હતી, જે બાબતે પાકિસ્તાને ઝેર ઓક્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.