બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Around 50 lakh people came to Mathura to participate in the occasion of Krishna's birth

વધામણા / ભક્તોની આતુરતાનો અંત કૃષ્ણનો થયો જન્મ, જન્મભૂમિ મથુરામાં ગુંજ્યા જયકાર, દેશભરના મંદિરોના બાળ ગોપાલના કરો દર્શન

Kishor

Last Updated: 12:46 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોની આતુરતાનો અંત આવતા વ્હાલાના જન્મના વધામણાના આ મંગલ અવસર પર કાનાના જન્મસ્થળ મથુરા સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

  • હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી..ના નાદ ગગનમાં ગુંજયા
  • મથુરામાં લગભગ 50 લાખ લોકો રૂડા અવસરમાં સહભાગી બનવા  પધાર્યા
  • મથુરામાં બાંકે બિહારી મંદિરમાં ભગવાના દર્શન માટે ભક્તો અધિરા

હાથી ઘોડા પાલખી... જય કનૈયા લાલ કી..ના નાદ સાથે દેશભરમાં આજે વ્હાલાના જન્મના વધામણા થઈ રહ્યા છે. ગોવિંદના જન્મને વધાવવવા લોકો હૈયાના ભાવથી હાકલા કરી રહ્યા છે. ઠેર ઠેર મંદિરોમા અબીલ ગુલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ જામી છે. લોકોની આતુરતાનો અંત આવતા આ અવસર પર કાનાના જન્મસ્થળ મથુરા સહિત દેશભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મથુરામાં લગભગ 50 લાખ લોકો કૃષ્ણ જન્મના આ રૂડા અવસરના સહભાગી બનવા માટે પધાર્યા હતા.


ભક્તો કૃષ્ણની ભક્તિમાં લિન બન્યા
સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની લોકો વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે મંગલ ઘડીએ આંગણે ટકોરો મારતા હાલ ભક્તો શ્રી કૃષ્ણની ભક્તિમાં લિન બન્યા છે. દેશના ખૂણે ખૂણે કૃષ્ણ ભક્તોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ જન્મસ્થળ મથુરામાં બાંકે બિહારી મંદિરમાં ભગવાના દર્શન માટે ભક્તો અધિરા બનીને રાહ જોઈ રહ્યા હતા. સાથે જ દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ભક્તિનો માહોલ જામ્યો છે.

કાશ્મીરમાં પણ જન્માષ્ટમીની ઉજવણી
કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મથુરા-વૃંદાવનના રસ્તાઓ પર દરેક જગ્યાએ ભક્તોની ભીડ છે. જ્યા દૂધ સહિતની વસ્તુઓથી ભગવાનને અભિષેક કરાઈ રહ્યા છે. સમગ્ર દેશની સાથે-સાથે કાશ્મીરમાં પણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. વધુમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવે બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. જ્યા બાળકોને ચોકલેટ અને રમકડાં આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ