કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં હાજરી આપવા દેશના આર્મી ચીફ એમ.એમ.નરવાણે ગુજરાત આવશે.
ભારતીય આર્મી ચીફ આજે ગુજરાત આવશે
કર્ણાવતી યુનિ.ના કાર્યક્રમમાં હાજરી આપશે
ડિફેન્સમાં ઉપયોગી વિવિધ સાધનનું પ્રદર્શન
ભારતીય આર્મી ચીફ એમ.એમ.નરવાણે આજે ગુજરાતની મુલાકાતે આવનાર છે. જ્યાં તેઓ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ડિઝાઈન એન્ડ ઈનોવેશન ઈન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ વિકની ઉજવણીમાં ભાગ લેશે. આ સાથે ડિફેન્સમાં ઉપયોગી વિવિધ સાધાનનું પ્રદર્શન નિહાળશે. ઉલ્લેખનીય છે કે, દેશના આર્મી ચીફ.એમ.એમ.નરવાણે સાથે લેફ્ટન્ટટ જનરલ KJS ધિલ્લોન પણ ઉપસ્થિત રહેશે
કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન
ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા ડિફેન્સફમાં ઉપયોગી સાધનોનું પ્રદર્શન હેતું ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ડિઝાઇન એન્ડ ઇનોવેશન ઇન ડિફેન્સ એન્ડસ એરોસ્પેસ વિકની ઉજવણી પણ કરવામાં આવશે. જેમાં આર્મી ચીફ.એમ.એમ.નરવાણે સાથે લેફ્ટન્ટટ જનરલ KJS ધિલ્લોન પણ ઉપસ્થિત રહેશે.