બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / are you not received the itr refund money yet check the status

તમારા કામનું / શું હજુ સુધી IT રિફન્ડના પૈસા નથી મળ્યાં? જો-જો ક્યાંક ભૂલ તો નથી થતી ને, તુરંત આ રીતે ચેક કરો સ્ટેટસ

Manisha Jogi

Last Updated: 09:40 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોએ ITR ફાઈલ કર્યું હશે, તેમના એકાઉન્ટમાં રિટર્નના પૈસા આવી ગયા હશે અથવા પ્રોસેસમાં હશે. જો તમે ડેડલાઈન સુધી ITR ફાઈલ કરી શક્યા નથી, તો તમે હજુ પણ ITR ફાઈલ કરી શકો છો.

  • ITR ફાઈલ કર્યું હશે, તો રિટર્નના પૈસા એકાઉન્ટમાં આવી ગયા હશે
  • ITR ફાઈલ કરનારને રિફંડ મળવા લાગ્યા છે
  • હજુ અનેક લોકોને રિફંડ મળ્યું નથી, તો તે માટે આ રીતે સ્ટેટસ ચેક કરો

ITR રિટર્ન ફાઈલ કર્યું હશે, તો રિટર્નના પૈસા એકાઉન્ટમાં આવી ગયા હશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જે લોકોએ ITR ફાઈલ કર્યું હશે, તેમના એકાઉન્ટમાં રિટર્નના પૈસા આવી ગયા હશે અથવા પ્રોસેસમાં હશે. જો તમે ડેડલાઈન સુધી ITR ફાઈલ કરી શક્યા નથી, તો તમે હજુ પણ ITR ફાઈલ કરી શકો છો, પરંતુ તે માટે દંડ ચૂકવવાનો રહેશે. 

રિટર્ન પ્રોસેસિંગ સમય
CBDT અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, રિટર્ન પ્રોસેસિંગનો સમય 26 દિવસનો હતો, જે હવે 16 દિવસ થઈ ગયા છે. વર્ષ 2023-24 માટે 6 કરોડ 77 લાખથી વધુ ઈન્કમટેક્સ રિટર્ન ભરવામાં આવ્યા છે. 31 જુલાઈ સુધીમાં જે પણ ITR ફાઈલ કરવામાં આવ્યા છે, ગયા વર્ષની સરખામણીએ તેની કુલ સંખ્યા 16 ટકા વધુ છે.

ઈ-વેરિફિકેશન
ITR ફાઈલ કરનારને રિફંડ મળવા લાગ્યા છે, હજુ અનેક લોકોને રિફંડ મળ્યું નથી. ITRના ઈ-વેરિફિકેશન કર્યું હશે, તો રિફંડ મળશે. અનેક લોકોએ ઈ-વેરિફિકેશન કર્યું નથી. ઈ-વેરિફિકેશન કરવામાં ના આવે તો 120 દિવસ પછી રિટર્ન ઈનવેલિડ ગણાશે. અયોગ્ય માહિતી આપી હોય તો પણ રિફંડ અટકી શકે છે. 

ITR રિફંડ સ્ટેટસ ચેક કેવી રીતે કરવું

  • ITR રિફંડ સ્ટેટસ ચેક કરવા માટે યૂઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર લોગિન કરવાનું રહેશે. 
  • હવે View returns અથવા ફોર્મ ઓપ્શન પસંદ કરો.
  • હવે ડ્રોપ ડાઉન કરીને ઈન્કમ ટેક્સ રિટર્નની પસંદગી કરો.
  • હવે એસેસમેન્ટયર એન્ટર કરો અને સબમિટ પર ક્લિક કરો.
  •  હવે તમારો ITR Acknowledgment Number એન્ટર કરો. 
  • થોડી વારમાં તમને ITR રિફંડ સ્ટેટસ દેખાવા લાગશે. 

આટલો દંડ ચૂકવવો પડી શકે છે
ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ જતી રહી છે. જેથી હવે ITR ફાઈલ કરવા માટે આટલો દંડ ચૂકવવો પડી શકે છે. વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતા વધુ આવક હોય તો 5,000 રૂપિયા સુધી દંડ ચૂકવવો પડી શકે છે. 31 ડિસેમ્બર 2023 સુધીમાં લેટ ફી સાથે ITR ફાઈલ કરી શકાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ