બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / April 22 is Earth Day: The reason this tragedy in American history happened

Earth Day / 22 એપ્રિલ એટલે પૃથ્વી દિવસ: અમેરિકાના ઈતિહાસની આ દુર્ઘટના બન્યું કારણ, પાછળ રહેલી છે રસપ્રદ વાત

Priyakant

Last Updated: 03:04 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earth Day News: આ વર્ષે પૃથ્વી દિવસનું 53મું વર્ષ છે અને 2023ની થીમ છે "ઈનવેસ્ટ ઈન અવર પ્લેનેટ"

  • દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસની કરવામાં આવે છે ઉજવણી 
  • અમેરિકામાં 1970માં સૌપ્રથમ પૃથ્વી દિવસની કરવામાં આવી હતી ઉજવણી 
  • અમેરિકી સાંસદ ગીલાર્ડ નેલ્સનના પ્રયાસથી પૃથ્વી દિવસ મનાવવાનું શરું થયું

પૃથ્વીના પર્યાવરણીય મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા અને જીવન પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ( Earth day)ની ઉજવણી કરવામાં આવે છે. ભવિષ્યની પેઢીઓ માટે પૃથ્વી અને તેના કુદરતી સંસાધનોને બચાવવા માટે આ દિવસે પગલાં લેવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સૌ પ્રથમ અમેરિકામાં 1970માં પ્રથમ વખત પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકી સાંસદ ગીલાર્ડ નેલ્સનના પ્રયાસથી પૃથ્વી દિવસ મનાવવાનું શરું થયું. પૃથ્વી દિવસ મનાવવાની શરુઆત પાછળ એક કારણ પણ છે. 1969 એટલે કે પૃથ્વી દિવસ મનાવવાના શરૂ થયાના એક વર્ષ પહેલા અમેરિકાના કેલિફોર્નિયાના સાંતા બાર્બરામાં મોટા પાયે ઑઈલ લીકેજની ઘટના બની હતી. આ ઘટના બાદ પૃથ્વી પર પર્યાવરણ બચાવવું ખૂબ જરૂરી હોવાનું ઉજાગર થયું. અમેરિકી સીનેટર ગીલાર્ડ નેલ્સને આ માટે દિવસ પસંદ કર્યો 22 એપ્રિલ. ખાસ કરી કોલેજમાં વિદ્યાર્થીઓના વેકેશનને ધ્યાનમાં રાખી 22 એપ્રિલના દિવસને ચળવળ માટે પસંદ કરવામાં આવ્યો.

આ વર્ષે પૃથ્વી દિવસનું 53મું વર્ષ છે અને 2023ની થીમ છે "ઈનવેસ્ટ ઈન અવર પ્લેનેટ". આ થીમનું મહત્વ આબોહવા પરિવર્તન અને પ્રદૂષણથી પર્યાવરણને થતા નુકસાનને પહોંચી વળવા પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવેલું છે. અર્થ ડેમાં હિસ્સેદારી નોંધાવવા અને તેની પૃથ્વી પર સકારાત્મક અસર કરવાની ઘણી પદ્ધિતઓ છે. 

તમારા રોજિંદા જીવનમાં નાના ફેરફારો કરવા, જેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, પાણીની બચત કરવી અને જાહેર પરિવહન અથવા કાર પૂલિંગનો ઉપયોગ કરવો એ પ્રદૂષણ ઘટાડવાનો સૌથી સહેલો રસ્તો છે. મોટે પાયે વૃક્ષો વાવવા, કચરો સાફ કરવો અને સામુદાયિક સફાઈમાં ભાગ લેવો એ આપણા સ્થાનિક વાતાવરણમાં વાસ્તવિક તફાવત લાવવાની શ્રેષ્ઠ રીતો છે.

પર્યાવરણના રક્ષણમાં સરકારો અને બિઝનેસીસની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપતી, ગ્રીનહાઉસ વાયુઓના ઉત્પાદનમાં ઘટાડો અને કુદરતી સંસાધનોના સંરક્ષણને પ્રોત્સાહિત કરતી નીતિઓ આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા અને ભવિષ્ય માટે આપણા પૃથ્વી ગ્રહને બચાવવા માટે અતિ જરૂરી છે.

સમગ્ર વિશ્વ હવે આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય અધોગતિના જોખમોનો સામનો કરી રહ્યું છે, તેથી પૃથ્વીને બચાવવા અને ટકાવવા માટે પગલાં લેવા વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. પૃથ્વી દિવસ આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ વધુ ટકાઉ ભવિષ્યના નિર્માણમાં ફરક લાવી શકે છે અને આપણે બધાએ આપણા ઘર, પૃથ્વીને બચાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ