બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Apple and Samsung users are alerted by government because of its security issue

એલર્ટ / Samsung ના ફોન અને Apple ના ડિવાઇસ વાપરતાં હોવ તો ચેતજો! સરકારે જાહેર કર્યું ઍલર્ટ, તાત્કાલિક કરો આ કામ

Vaidehi

Last Updated: 05:42 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલ અને સેમસંગ યૂઝર્સ માટે સરકાર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે કે આ ડિવાઈઝની સિક્યોરિટી સાથે કોમ્પ્રોમાઈઝ કરવામાં આવી રહ્યો છે જેના લીધે યૂઝરનો ડેટા સરળતાથી ચોરી થઈ શકે છે.

  • એપલ અને સેમસંગ યૂઝર્સ થઈ જજો સતર્ક
  • ભારત સરકારે આ યૂઝર્સને આપી ગંભીર ચેતવણી
  • ડેટા અને ડિવાઈઝ બંનેને છે હેકર્સનો ખતરો

જો તમે પણ સેમસંગનો અથવા તો એપલનો ફોન વાપરો છો તો તમારા માટે આ સમાચાર ઘણાં મહત્વનાં છે. કારણકે ભારત સરકારે સેમસંગ તેમજ એપલ યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી યૂઝર્સની સિક્યોરિટી સંબંધિત છે. તેમાં ભારત સરકારની તરફથી સેમસંગ અને એપલ સ્માર્ટફોનની અનેક ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે. Computer Emergency Response Teamએ હાઈ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે. જેના કારણે તમારા ડેટા અને ડિવાઈઝ બંનેને ખતરો રહેશે.

ડેટા ચોરીનો ખતરો
ભારત સરકારે CERT-INની તરફથી ચેતવણી જાહેર કરતાં જણાવ્યું કે એપલ અને સેમસંગ પ્રોડક્ટનાં સોફ્ટવેરમાં એવા ઘણાં સિક્યોરિટી ઈશ્યૂઝ છે જેના પરિણામે હેકર્સ તમારા ડિવાઈઝને કંટ્રોલમાં લઈ શકે છે. પરિણામે તમારો ડેટા અને માહિતી ચોરી થઈ શકે છે. જે ડિવાઈઝ પર ખતરો છે તેમાં iOS, આઈપેડઓએસ, MacOS, TVOs,WatchOs અને સફારી બ્રાઉસર સમાવિષ્ય છે. 

સેમસંગનાં આ વર્ઝનમાં ખામીઓ
CERT-Inએ સેમસંગ ડિવાઈઝમાં Samsung Mobile Android Versions 11,12,13, 14 માં ખતરો દર્શાવ્યો છે. તેના ખતરનાક પ્રભાવને જોતાં ચેતવણી આપવામાં આવી છે. CERT-IN રિસર્ચરે જણાવ્યું કે આ ખામીઓને લીધે અટેકર્સને સિક્યોરિટીમાં ખેલેલ કરવાનો રસ્તો મળી જાય છે.  સેમસંગ ગેલેક્સી S23 સીરીઝ, Galaxy ફ્લિપ 5, Galaxy ફોલ્ડ 5 સીરીઝનાં ફોન ખાસ આ ખતરા હેઠળ છે. જો તમે પણ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે ખાસ સાવધાન રહેવું પડશે.

કેવી રીતે કરશો બચાવ?

  • યૂઝર્સે સિક્યોરિટી અપડેટ અપ્લાય કરવું પડશે. સેમસંગે હાલમાં જ સિક્યોરિટી એડવાઈઝરી જારી કરી છે. સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટમાં જઈને તમે અપડેટ ચેક કરી શકશો. જો તમારા ફોનમાં પણ અપડેટ દેખાડી રહ્યું છે તો તમે તેને ફોલો કરી શકો છો. અપડેટ માટે તમારે સતત ચેક કરતાં રહેવું પડશે અને ફોનમાં ઈંસ્ટોલ કરી દેવું પડશે.
  • કોઈપણ અજાણી એપને ડાઉનલોડ કરવાથી સાવધાન રહેવું. પહેલા સંપૂર્ણ જાણકારી મેળવી લેવી અને પછી જ ઈંસ્ટોલ કરવું.
  • આઉટ ડેટેડ એપ્સ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં અટેકર્સને સરળ રસ્તો મળી જાય છે. તેથી એપ્સ સતત અપડેટ કરવી જોઈએ.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ