બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / another world found in china human reaches there for the first time

અવિશ્વસનિય / OMG! ચીનમાં મળી આવી 'બીજી દુનિયા', પહેલી વખત પહોંચી શક્યો મનુષ્ય, વૃક્ષોની નવી પ્રજાતિઓ હોવાનું અનુમાન

Arohi

Last Updated: 08:09 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વી પર એવી ઘણી અજાયબીઓ છે જેના વિશે આપણે આજ સુધી જાણી શક્યા નથી. એવી ઘણી રહસ્યમય જગ્યાઓ છે જે મનુષ્યની પહોંચથી દૂર છે અને અહીં એવી વસ્તુઓ છે જેના વિશે કોઈ જાણતું નથી.

  • પૃથ્વી પર આવેલી છે ઘણી અજાયબીઓ 
  • મનુષ્યોનું પહોંચવું છે મુશ્કેલ 
  • ચીનમાં મળી આવી બીજી દુનિયા 

પૃથ્વી પછી માણસ સમુદ્ર અને અંતરિક્ષ સુધી પહોંચી ગયો છે અને અહીંના અનેક રહસ્યો જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. પરંતુ પૃથ્વી પર હજુ પણ એવી ઘણી જગ્યાઓ બાકી છે જ્યાં માનવી પહોંચી શક્યો નથી. હાલમાં જ એક એવી જગ્યા સામે આવી છે જે એકદમ રહસ્યમય છે. 

લોકો તેને 'બીજી દુનિયા' કહી રહ્યા છે. આ સ્થળ ભારતના પડોશી દેશ ચીનમાં છે. ચીનના જંગલોમાં સ્થિત આ જગ્યાએ સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. તાજેતરમાં જ પહેલીવાર કોઈ માનવી આ જગ્યાએ પહોંચ્યો છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે.

સ્થાનિકો તેને કહે છે 'બીજી દુનિયા'
ભારતના પડોશી દેશ ચીનના લે કાઉન્ટીના જંગલોમાં સ્થિત આ 'બીજી દુનિયા' વાસ્તવમાં એક વિશાળ ખાડો છે. એક રિસર્ચ ટીમે આ ખાડો શોધી કાઢ્યો છે. અહીં રહેતા લોકો તેને 'શેનયિંગ તિયાનચેંગ' કહે છે. સ્થાનિક લોકોનું માનવું હતું કે આ ખાડાનો કોઈ અંત નથી. ત્યાં જ તેઓ તેને 'બીજી દુનિયા' માનતા હતા. જો કે તપાસ ટીમ અહીં પહોંચ્યા બાદ અનેક બાબતો સામે આવી છે.

આ કારણે નથી પહોંચી શકતો સૂર્યપ્રકાશ
રિપોર્ટ અનુસાર ગાઢ જંગલોની વચ્ચે સ્થિત આ વિશાળ 630 ફૂટના આ વિશાળ ખાડાની પહોળાઈ 490 ફૂટ છે. તપાસ ટીમે આ ખાડાની અંદર જવા માટે ત્રણ રસ્તા શોધી કાઢ્યા છે. ટીમે જણાવ્યું કે આ ખાડાની અંદર 130 ફૂટ ઉંચા વૃક્ષો છે જે અંદર જતા રસ્તા તરફ વળેલા છે. આ જ કારણ છે કે તેની અંદર સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. પરંતુ અંદરથી તે ખૂબ જ સુંદર લાગે છે.

વૃક્ષોની નવી પ્રજાતિઓનું હોઈ શકે છે અસ્તિત્વ 
એટલું જ નહીં અત્યાર સુધીમાં અહીં આવા 30 ખાડાઓ જોવા મળ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે પાણીના જોરદાર પ્રવાહને કારણે પહાડો અંદરની તરફ ધસી ગયા હશે. જેના કારણે આ મોટા ખાડાઓ બન્યા હશે. જો કે આ ખાડા કેવી રીતે બન્યા તે હજુ સુધી સાબિત થયું નથી. રિસર્ચ ટીમે અહીં તસવીરો પણ લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં વૃક્ષો અને છોડની નવી પ્રજાતિઓ પણ હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ