બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Another strict stance of Surat court in rape and murder cases

ચુકાદો / સુરત કોર્ટનું આકરૂ વલણ, 7 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચરી કરી હતી હત્યા, આરોપીને ફાંસીની સજા

Dinesh

Last Updated: 11:58 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી મુકેશ પંચાલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે, નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે આચર્યું હતુ દુષ્કર્મ

  • દુષ્કર્મ અને હત્યા કેસમાં સુરત કોર્ટનું વધુ એક કડક વલણ
  • કોર્ટે દુષ્કર્મ અને હત્યા કેસમાં વધુ એક નરાધમને આપી ફાંસીની સજા
  • ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા આદેશ


દુષ્કર્મ અને હત્યા કેસમાં સુરત કોર્ટનું વધુ એક કડક વલણ સામે આવ્યો છે. કોર્ટે દુષ્કર્મ અને હત્યા કેસમાં વધુ એક નરાધમને ફાંસીની સજા ફટકારી તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

આરોપી

આરોપી ફટકારી ફાંસીની સજા
સુરત કોર્ટે મુકેશ પંચાલ નામના આરોપીને ફાંસી સજા આપી છે. આરોપી પર 302, 376 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે. નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. આરોપી મુકેશ પંચાલને કોર્ટે દોષી જાહેર કર્યો હતો જે બાદ તેને ફાંસી સજા આપી છે તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે.

આરોપી

પોલીસે સાયન્ટિફિક સહિતના પુરાવા મેળવ્યા હતો
તમને જણાવી દઈએ કે,  ગત 7 ડિસેમ્બરના રોજ ઘટના બની હતી. બાળકીની ઉંમર માત્ર 6 વર્ષ અને 8 મહિનાની જ હતી. પોલીસે સાયન્ટિફિક સહિતના પુરાવા મેળવ્યા હતો જે સમગ્ર પુરાના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.બાળકી સાથે આરોપી મુકેશે દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી હતી. જે આરોપી પર બળાત્કાર અને હત્યા તેમજ પોકસો હેઠળ ગુનો નોંધાયો હતો..

સુરતમાં એક કેસમાં 20 વર્ષની સજા
કિશોરી પર દુષ્કર્મ આચરનારા શખ્સને સુરત કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી મનોજ નયાને 20 વર્ષની સજા કોર્ટ આપી છે. લગ્નની લાલચે કિશોરીને આરોપી ભગાવી લઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં દીકરીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી પુણા ગામની વલ્લભનગર સોસાયટીમાં રહેતો હતો અને સુરતની કોર્ટમાં દુષ્કર્મ અને પોક્સો હેઠળ કેસ ચાલ્યો હતો.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ