બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Another leader is recommended to be given the Bharat Ratna, see what Digvijay Singh said

પ્રતિક્રિયા / હજુ એક નેતાને ભારત રત્ન આપવા ભલામણ, કહ્યું 'તેઓએ પણ દેશ માટે...', જુઓ શું બોલ્યા દિગ્વિજય સિંહ

Priyakant

Last Updated: 09:46 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lal Krishna Advani Bharat Ratna Latest News: દિગ્વિજય સિંહે કહ્યું, PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપીને એક ઉમદા કાર્ય કર્યું છે, અભિનંદન. ભલે મોડું થઈ ગયું હોય, પરંતુ હવે એક બીજી વ્યક્તિ છે......

  • BJPના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે
  • મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ આપી પ્રતિક્રિયા
  • એક બીજી વ્યક્તિ છે જેણે RSS, ભાજપ અને દેશને નોંધપાત્ર સેવાઓ આપી: દિગ્વિજય સિંહ 
  • ભારત સરકારે પણ ડૉ. મુરલી મનોહર જોશીનું સન્માન કરવું જોઈએ: દિગ્વિજય સિંહ 

Lal Krishna Advani Bharat Ratna : ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર તેમની સાથેની તસવીરો શેર કરીને આ જાણકારી આપી હતી. આ પછી વિપક્ષી દળોએ ભાજપ સરકાર પર જોરદાર પ્રહારો શરૂ કર્યા છે. આ સંદર્ભમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 

દિગ્વિજય સિંહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખી, PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપીને એક ઉમદા કાર્ય કર્યું છે, અભિનંદન. ભલે મોડું થઈ ગયું હોય, પરંતુ હવે એક બીજી વ્યક્તિ છે જેણે RSS, ભાજપ અને દેશને નોંધપાત્ર સેવાઓ આપી છે. તેઓ છે ડૉ. મુરલી મનોહર જોશી. ભારત સરકારે પણ તેમનું સન્માન કરવું જોઈએ.

વધુ વાંચો: કેન્દ્ર પર દબાણ બનાવવા દક્ષિણના દળો થઇ રહ્યાં છે એકજૂથ, તૈયાર કર્યો જોરદાર માસ્ટર પ્લાન

શું કહ્યું હતું PM મોદીએ ? 
ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. આની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ