બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Another hit and run incident in Ahmedabad

BIG BREAKING / અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન: રાહદારીને અડફેટે લેતા બાપુનગરના રહેવાસીનું મોત

Malay

Last Updated: 10:06 AM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાંથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહનની અડફેટે બાપુનગરના રહેવાસીનું મૃત્યુ થયું છે.


નરોડા પાટીયા નજીક હિટ એન્ડ રનની વધુ એક ઘટના 
24 કલાકમાં શહેરમાં હિટ એન્ડ રનનો બીજો બનાવ 
અજાણ્યુ વાહન રાહદારીને અડફેટે લઈને થયો ફરાર

અમદાવાદમાં 24 કલાકમાં બીજો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરના નારોડા પાટીયા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા બાપુનગરના રહેવાસી રાહદારીનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરાતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે.

વાહનચાલકની શોધખોળ શરૂ
પોલીસ દ્વારા આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તો મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

BMW કારચાલકે રાહદારીઓને લીધા હતા અડફેટે
ગઈકાલે પણ અમદાવાદમાં હિટ એન્ડ રિનની ઘટના સામે આવી હતી. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક એક BMW કારના ચાલકે બેફામ ડાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. આ તરફ હવે કારચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. જોકે, ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં અત્યાર 3થી 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 

કારમાંથી મળી આવી દારૂની બોટલો
આ ઘટનામાં BMW કારચાલકે રસ્તે જતા 3થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જે બાદમાં કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ તરફ પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો છે.

શું કહ્યું પોલીસે ? 
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલે હવે N ડિવિઝન ACP અશોક રાઠવાનું નિવેદન સામે આવ્યું હતું. ACPએ જણાવ્યું હતું કે, રાતે 10 વાગ્યે અમે કેસ નોધ્યો હતો, BMW કાર ફૂલ જડપે જતિ હતી. આ દરમિયાન અમિત ભાઈ અને તેમના પત્નીને ઇજા થઈ છે. હાલ તેઓ ZYDUS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે ગાડીમાંથી દારૂની બોટલ મળી હતી, જેનો અલગ કેસ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. પોલીસે કહ્યું કે, સત્યમ શર્મા નામનો યુવક કાર ચલાવતો હતો, કાર સત્યમ શર્માના પિતાના નામે રજીસ્ટર્ડ છે. આ સાથે કહ્યું કે, પ્રાથમિક તપાસ હજુ ચાલી રહી છે. ગાડીની સ્પીડ કેટલી હતી તેની તપાસ FSL દ્વારા કરાશે. પોલીસે કહ્યું કે, અક્સ્માતની ઘટના સ્થળ અને ગાડી મળી તે જગ્યાના CCTVની તપાસ કરાશે. સત્યમ શર્મા સોશિયલ મીડિયામાં પૂર ઝડપે કાર ચલાવી વીડિયો અપલોડ કર્યો હતો. આ સાથે પોલીસે કહ્યું હતું કે, તે વીડિયોના આધારે પણ અલગ કેસ નોધાવામાં આવશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ