બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Another Gujarati killed in Mexico with the intention of robbery

મર્ડર / અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા, બાઈક પર આવેલા 2 શખ્સોએ ફાયરિંગ કરી ચલાવી 10 હજાર ડોલરની લૂંટ

Malay

Last Updated: 09:16 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કેતન શાહની મેક્સિકો સિટીમાં ગોળી મારીને હત્યા, હુમલાખોરોએ 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનો ખુલાસો

  • અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા
  • લૂંટના ઈરાદે કેતન શાહની હત્યા કરાઈ
  • 2 લૂંટારુંઓએ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી

મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદના અને છેલ્લા 4 વર્ષથી મેક્સિકો ખાતે રહેતા કેતન શાહ નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે.  હુમલાખોરોએ 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 

10 હજાર ડોલર એક્સચેન્જ કરાવી ઘરે જતા સમયે લૂંટ
મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદના કેતન શાહ (ઉં.વ 38) 2019થી મેક્સિકો ખાતે રહેતા હતા અને ટોરેન્ટ ફાર્મા નામની કંપનીમાં ફરજ બજાવતા હતા. શનિવારે તેઓ મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10,000 ડોલરની કરન્સી એક્સચેન્જ કરવા ગયા હતા. જે બાદ કારમાં તેઓ તેમના પિતાની સાથે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મેક્સિકો સિટીના મિગુએલ વિસ્તારમાં કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. 

ગોળી વાગતા કેતન શાહનું ઘટનાસ્થળે જ મોત
બાઈક પર આવેલા 2 લૂંટારુંઓએ ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપ્યો હતો. હુમલાખોરોએ ફાયરિંગ કરતા કેતન શાહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે બાદ મેક્સિકોના ભારતીય દૂતાવાસે પણ ટ્વીટ કરીને ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

થોડા દિવસ અગાઉ પણ થઈ હતી હત્યા 
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકામાં અમદાવાદી યુવકનું અપહરણ કર્યા બાદ કોલંબિયન ત્રાસવાદીઓએ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના પુત્ર હિરેન ગજેરા (ઉં.વ 41) 2006માં અમેરિકા ગયા હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેઓએ સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ કરતા હતા. તેઓ વર્ષ 2014 સુધી અમેરિકા રહ્યા બાદ અમદાવાદ પરત આવ્યા હતા. જે બાદ તેઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. તેઓએ ક્યુએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતું. 

મૃતક હિરેન ગજેરા

કોલંબિયન ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ
ત્રણ જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગ કરી હતી. થોડી રકઝક કર્યા બાદ ત્રાસવાદીઓ હિરેન ગજેરાને 20 હજાર US ડૉલરમાં છોડવા તૈયાર થયા હતા. 

શરત માન્યા છતાં કરી નાખી હત્યા
ત્રાસવાદીઓએ રકમ હિરેન ગજેરાની પત્ની એકલી લઈને આવશે તેવી શરત મૂકી હતી. જે શરત તેમના પરિવારજનોએ માની લીધી હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેન ગેજરાની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ