બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Another forecast has been made by the Meteorological Department regarding the cold weather

આગાહી / તાપણા તૈયાર રાખજો, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડી પડશે, હવામાન વિભાગના વરતારા

Kishor

Last Updated: 04:07 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડે તેવી સ્થિતિ વચ્ચે કાતિલ ઠંડી અનુભવશો.

  • આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સૂકું રહેશે
  • ઠંડીને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી

શિયાળો હાલ પિક પર છે છેલ્લા કેટલાય દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સિઝનની સૌથી વધુ ઠંડી સાથે પારો સિંગલ ડિઝીટમાં આવી રહયો છે. જેને લઈને જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મોડી રાત્રે અને વહેલી સવારે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. પરંતુ બે દિવસથી ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. તેવામાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે.જેમાં આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો નોંધાઇ તેવું જણાવાયું છે.

Alert! આજથી ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડીની થશે શરૂઆત, દરિયાકાંઠે 60 કિમીની  ઝડપે ફૂંકાઈ શકે છે પવન | Alert! Record-breaking cold will start in Gujarat  from today, winds may blow at ...


બે દિવસ બાદ 2થી 3 ડિગ્રી ઘટશે તાપમાન

હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું કે બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે જે ને લઈને ઠંડીમાં સામાન્ય વધારો નોંધાઇ તેવું જણાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેની સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ પંથકમાં અસર જોવા મળશે.

હજુ અનુભવાશે કાતિલ ઠંડી!

હવામાન વિભાગે જણાવ્યું કે બે દિવસ તાપમાનમાં બદલાવ જોવા મળશે. જેને લઈને આગામી 5 દિવસ ઠંડી અને શીત લહેર જોવા મળશે. આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સૂકું રહેશે. મહત્વનું છે. કે નલિયામાં ગઈકાલે 7 ડિગ્રી તાપમાન નોધાયું હતુ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું.

 

ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનું અનુમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. જેથી આ શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે. સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ