બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Another fake mark sheet scam busted from Surat

એક્શન / સુરતમાંથી ઝડપાયું વધુ એક નકલી માર્કશીટનું કૌભાંડ, 6 આરોપીઓ સામે ફરિયાદ, બે UK-કેનેડા હોવાનું અનુમાન

Vishal Khamar

Last Updated: 12:07 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વધુ એક નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. ઉતરાણ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા લાખો રુપિયા લઈ નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી.

સુરતમાં ફરી એક વખત બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે. અગાઉ સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું હતું અને હવે ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. જેમાંથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી બોગસ ડિગ્રી સર્ટિફિકેટો જપ્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. તો બોગસ ડિગ્રીના આધારે આ સમયે કેટલાક લોકોને વિદેશ પણ મોકલ્યા હોવાની વાત સામે આવી રહી છે. 

પોલીસ દ્વારા નકલી માર્કશીટ બનાવી આપનારા ત્રણ લોકોની ધરપકડ કરી

સુરત શહેરમાં થોડા દિવસ પહેલા જ સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી સર્ટિફિકેટ અને માર્કશીટનું એક કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે ફરી એક વખત સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. ઉત્રાણ પોલીસ દ્વારા ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ઇસમો પાસેથી અલગ અલગ રાજ્યોના શિક્ષણ બોર્ડ તેમજ યુનિવર્સિટીઓની નકલી માર્ક સીટો જપ્ત કરવામાં આવી છે. આ ઈસમો સર્ટિફિકેટ અને માર્કશીટ તૈયાર કરવા માટે લોકો પાસેથી 80 હજારથી લાખ રૂપિયા પડાવતા હતી. હાલ પોલીસે ધ્રુવીન કોઠીયા, વિશાલ તેજાણી અને ફેનીલ વિરડીયાની ધરપકડ કરી છે. 

રાકેશ બારોટ (DCP સુરત પોલીસ)

કઈ કઈ યુનિવર્સિટીની માર્કશીટ તેમજ સર્ટિફિકેટ મળ્યા

પોલીસને આ ઈસમો પાસેથી અલગ અલગ યુનિવર્સિટીઓ તેમજ અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડની 13 જેટલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળ્યા હતા. ઉપરાંત લેપટોપ મોબાઈલ ફોનમાંથી સંત ગગડે બાબા અમરાવતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મદ્રાસ, બરોડા યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટીની અલગ અલગ 16 પીડીએફ મળી આવી હતી. 

આરોપીઓ પાસેથી લેપટોલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ કુલ મળીને પોલીસે 1,59,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે નીલકંઠ દેવાણી, વિશાલ તેજાણી, સંજય ગેલાણી, બોની તાલા, વૈભવ તાલા, ધ્રુવીન કોઠીયા  ધ્રસામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે સંજય ગેલાણી, વિશાલ તેજાણી અને ધ્રુવીન કોઠીયાની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપી નીલકંઠ, બોની અને વૈભવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે આરોપી પકડાયા છે તેમાંથી વિશાલ ટુરીઝમના ધંધા સાથે સંકળાયેલો છે. આરોપી નીલકંઠ આઈ ટ્રસ્ટ કન્સલ્ટન્સીના નામથી વિઝાનું કામ કરે છે અને ધ્રુવીન નીલકંઠને ત્યાં નોકરી કરે છે. 

વધુ વાંચોઃ કામ વિના બહાર ન નીકળતા! ગુજરાતના 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર, જાણો હીટવેવથી બચવા શું કરવું?

આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ વિદેશ જવા માટે ઘણા લોકોને સર્ટિફિકેટ અને ગેરકાયદેસર રીતે ડિગ્રી બનાવી આપતા હતા અને વિદેશ મોકલવામાં મદદગારી કરતા હતા. ગુજરાત રાજ્ય તેમાં દેશના અલગ અલગ રાજ્યમાં મોટાપાયે આ પ્રકારનું કૌભાંડ કર્યું છે અને આરોપી દ્વારા આપવામાં આવેલી નકલી માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે ઘણા લોકો વિદેશ પણ જઈ ચૂક્યા છે. કેટલા લોકો વિદેશ ગયા છે તે બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ