બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ચૂંટણી 2019 / andhra pradesh-chief-minister-chandrababu-naidu Lok Sabha: Who will defeat BJP or Congress, in the third front of the mood of fighting

ત્રિશંકુ લોકસભા / કોણ ફાવશે ભાજપ કે કોંગ્રેસ, ત્રીજો મોરચો લડતના મૂડમાં

vtvAdmin

Last Updated: 09:42 PM, 14 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019ના સમરાંગણમાં પ્રચાર બરાબર જામ્યો છે, ત્યારે એક ચિંતા દેશના સર્વેક્ષણ લઈને આવ્યા છે. ત્રિશંકુ લોકસભાની શક્યતાઓને જોતા કેટલાક એવા પક્ષો પર ભાજપ અને કોંગ્રેસની નજર છે જેમણે બંન્ને મુખ્યપક્ષોને અત્યાર સુધી માત્ર હાથતાળી જ આપી છે.

ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાઓને જો બહુમતિ ન મળે તો દેશમાં 23મી મે પછીના દિવસો રહસ્યમયી ફિલ્મો જેવા હશે. પ્રધાનમંત્રી બનવાની તીવ્ર ઈચ્છા ધરાવતા મમતા બેનર્જી ભાજપ સામે જ ચૂંટણી લડી રહ્યાં છે, આ પ્રયત્નોમાં તેમણે કોંગ્રેસ સાથે મનમેળ રાખ્યો છે. આ કવાયતમાં દીદીની સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ પણ જોડાયા છે.

તો ઉત્તરપ્રદેશમાં ખાસ બનેલું ગઠબંધન માયાવતી અને અખિલેશ યાદવનું છે. ભાજપ સામે આ ગઠબંધન ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ તાકાતથી લડે છે તો કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં પોતાના ગઠબંધનમાં સામેલ નહીં કરીને ત્રીજા મોરચે જબરદસ્ત લડત આપવાના મૂડમાં છે. ભાજપ અને કોંગ્રેસને બહુમતિ ન મળે તેવા સંજોગોમાં સપા-બસપાનું ગઠબંધન કોની તરફ ઝુકશે તે જાણવું અને જોવું પણ રસપ્રદ રહેશે. 

તો, આંધ્રપ્રદેશમાં જેમનો જુવાળ છે તેવા YSR કોંગ્રેસના ચીફ જગનમોહન રેડ્ડી પોતે તો મુખ્યમંત્રી બનવા માગે છે, પરંતુ ત્રિશંકુ લોકસભા થાય તેવી ઈચ્છા પણ રાખે છે. જગ જાહેરમાં કહી ચૂક્યા છે કે મોટા પક્ષોને બહુમતિ ન મળે તે સ્થિતિ મને ગમશે કારણ કે હું આંધ્રપ્રદેશના ભલા માટે મોટો સોદો કરી શકું. CSDSએ કરેલા એક સર્વેમાં ભાજપનો રથ 222 અને કોંગ્રેસ 84 બેઠકો સુધી સિમિત રહી શકે છે, જેના કારણે આ પક્ષો ગેલમાં છે અને સત્તાનો સ્વાદ ચાખવા આતૂર બની રહ્યાં છે. પરંતુ કોની તરફ તેમનો ઝુકાવ રહેશે પર સૌની નજર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ