બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Anant Radhika Wedding VIDEO: Shah Rukh Khan did a romantic dance with wife Gauri

Anant Radhika Wedding / VIDEO: શાહરુખ ખાને પત્ની ગૌરી સાથે કર્યો રોમૅંટિક ડાન્સ, લૂંટી લીધી મહેફિલ, વીડિયો જોઈને ફેન્સ થયા ખુશ

Megha

Last Updated: 10:26 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા વિડિયો સામે આવી રહ્યા છે. હવે બૉલીવુડના કિંગ ખાનનો પત્ની ગૌરી સાથેનો કપલ ડાન્સ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

 નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની પૂરી થઈ ગઈ છે. પ્રી-વેડિંગ ફંક્શનના ત્રીજા દિવસે અરિજિત સિંહ, લકી અલી અને શ્રેયા ઘોષાલ જેવા ઘણા ભારતીય ગાયકોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ બધાની વચ્ચે બોલિવૂડનો 'રોમાન્સ કિંગ' શાહરૂખ ખાન પણ તેની પત્ની ગૌરી સાથે ઉદિત નારાયણના ગીત 'મેં યહાં હું' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. 

પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયો સામે આવી રહ્યા છે. એવામાં હવે બૉલીવુડના કિંગ ખાનનો પત્ની ગૌરી સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં ઉદિત નારાયણે 'મેં યહાં હૂં' ગીત ગાયું હતું અને આ ગીત શાહરૂખ ખાનની ફિલ્મ 'વીર ઝરા'નું છે જેના પર ગઇકાલે શાહરૂખ અને ગૌરી ખાને ડાન્સ કર્યો હતો. 

વાયરલ ક્લિપમાં જોઈ શકે છે કે ઉદિત નારાયણ સ્ટેજ પર 'મેં યહાં હૂં' ગીત ગાઈ રહ્યા છે. નીચે, શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે આ ગીત પર રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો છે. શાહરૂખ ખાને સફેદ રંગનો પઠાણી સ્ટાઈલનો કુર્તા પાયજામા પહેર્યો છે. જ્યારે ગૌરી ખાન ડાર્ક બ્લુ રંગના લહેંગામાં જોવા મળી રહી છે. બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. શાહરૂખ ખાન ડાન્સ કરવાનું શરૂ કરે છે અને ગૌરી તેની સાથે જોડાય છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન આ ગીત પર રોમેન્ટિક કપલ ડાન્સ કરે છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાથે જ ફેન્સ પણ આ વાયરલ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. શાહરૂખ અને ગૌરીનો રોમેન્ટિક ડાન્સ ચાહકોને પસંદ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ બેશ ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલી હતી. 1 માર્ચથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. માર્ક ઝુકરબર્ગ, રીહાના, એકોન, ઈવાન્કા ટ્રમ્પ અને બોલિવૂડ સ્ટાર્સ સાથે અન્ય ઘણી વિદેશી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. માત્ર બોલિવૂડ જ નહીં, રમતગમત, રાજકારણ અને બિઝનેસ જગતની ઘણી મોટી હસ્તીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ