બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / મનોરંજન / Anant-Radhika couple dance to 'Tere-Mere Pyar Ke Churche' song at pre-wedding party VIDEO

જામનગર / અનંત-રાધિકાએ પ્રી-વેડિંગ પાર્ટીમાં 'તેરે-મેરે પ્યાર કે ચર્ચે' ગીત પર કર્યો કપલ ડાન્સ, VIDEO વાયરલ

Megha

Last Updated: 03:05 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અને રાધિકાનો પ્રી-વેડિંગ સેરેમની દરમિયાનનો કપલ ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ 'તેરે-મેરે પ્યાર કે ચર્ચે' ગીત પર ડાન્સ કર્યો હતો.

અનંત અને રાધિકાનો પ્રી-વેડિંગ સેરેમની દરમિયાનનો કપલ ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ 'તેરે-મેરે પ્યાર કે ચર્ચે' ગીત પર ડાન્સ કર્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં માત્ર ફિલ્મી સ્ટાર્સ જ નહીં પણ વિદેશી મહેમાનો પણ લાઈમલાઇટમાં રહ્યા હતા. આ દરમિયાન વરરાજા અને દુલ્હનના ડાન્સનો વીડિયો પણ આવી ગયો છે. હાલ અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અનંત-રાધિકા સ્ટેજ પર ડાન્સ કરી રહ્યાં છે. બંનેએ 'તેરે-મેરે પ્યાર કે ચર્ચે' ગીત પર કપલ ડાન્સ કર્યો હતો તેમજ બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. યુઝર્સ પણ કપલના આ ડાન્સ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તેના પર કમેન્ટ કરી કે તમારા બંનેની જોડી અદ્ભુત છે. બીજાએ લખ્યું, વાહ, મજા આવી. ત્રીજાએ કહ્યું, ઓએમજી, આવો દમદાર ડાન્સ. યુઝર્સ આવી કોમેન્ટ કરીને અનંત અને રાધિકાના વખાણ કરી રહ્યા છે.

વધુ વાંચો: 'પ્યાર હુઆ ઈકરાર હુઆ..' પ્રી-વેડિંગ ફંક્શનમાં મુકેશ અને નીતા અંબાણીએ કર્યો કપલ ડાન્સ, VIDEO વાયરલ 
 
રિપોર્ટ અનુસાર અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરશે. લગ્ન પહેલા, કપલની પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી, જે ત્રણ દિવસ એટલે કે 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. આજે, 3 માર્ચ, આ પ્રી-વેડિંગ સેરેમનીનો ત્રીજો દિવસ છે. દેશ-વિદેશમાં દરેકની નજર આ ભવ્ય લગ્ન પર છે. અનંત અને રાધિકાના લગ્નના ઓફિશિયલ ફોટોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જણાવી દઈએ કે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીના પહેલા દિવસે પોપ સ્ટાર રિહાનાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હવે બીજા દિવસે બી-ટાઉનના સ્ટાર્સ લાઈમલાઈટમાં રહ્યા હતા. જો કે ફક્ત બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ અંબાણી પરિવાર પણ લાઈમલાઈટમાં રહ્યો અને હવે લોકો ત્રીજા દિવસની ખાસ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ