બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ચૂંટણી 2019 / anant-ambani-spotted-at-pm-modis-mumbai-rally
vtvAdmin
Last Updated: 05:13 PM, 27 April 2019
લોકસભા ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારમાં પીએમ મોદીએ શુક્રવારે મુંબઇમાં એક વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તેની સાથે આ રેલીમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ આવી પહોંચ્યા હતા.બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આયોજીત આ રેલી દરમિયાન અનંત અંબાણી દર્શકો સાથે બેઠા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ મોદીને સાંભળવા અને દેશના સમર્થન માટે આવ્યા છે. ખાસ વાત એ છે કે, મુકેશ અંબાણીને તાજેતરમાં દક્ષિણ મુંબઇ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાને ટેકો આપ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ હાલમાં જ થોડા દિવસો પહેલા દક્ષિણ મુંબઇના કોંગ્રેસની ઉમેદવાર મિલિંદ દેવરાનું સમર્થન કર્યુ હતુ. અંબાણીનું કોંગ્રેસના ઉમેદવાર દેવાડાને સમર્થન એવા સમયે આવ્યું જ્યારે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ ભાઇ અનિલ અંબાણી પર રાફેલ સોદા અંગે કોંગ્રેસ સતત હુમલાવર બની રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવરાએ પોતાના ટ્વીટ પેજ પર એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તેમણે અંબાણીના વખાણ કર્યા હતા.
Anant Ambani spotted at PM Modi's Mumbai rally
— ANI Digital (@ani_digital) April 26, 2019
Read @ANI story | https://t.co/53FCTx3bSk pic.twitter.com/ypHcTRkMbQ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યુ કે તમારો મત ન બગાડો. જે પાર્ટી સત્તામાં આવી રહી છે તેને મત આપવો તમારા માટે સારું છે. તમારો મત તેને મજબુત બનાવી શકે છે. મોદીએ કહ્યું કે હવે તો એકમાત્ર સવાલ એ છે કે શું ભાજપ 2014ની સરખામણીમાં પોતાની સીટોમાં સંખ્યા વધુ સારી કરવા જઇ રહ્યો છે. પીએમ મોદીની રેલીમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના ચીફ ઉદ્ઘવ ઠાકરે અને રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયાના ચીફ રામદાસ આઠવલે પણ મોજૂદ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ