બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / An uneasy atmosphere prevailed in Ahmedabad

વરસાદ / અમદાવાદમાં મેઘરાજાની બેટિંગ, રિવરફ્રન્ટ-કાંકરિયા ખુલ્લા મૂકાયા: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ જળબંબાકાર

Dinesh

Last Updated: 08:54 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંજાર, માંડવી, ભચાઉ અને ભૂજમાં આઠથી નવ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર: બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, મહેસાણામાં સવારથી મેઘકહરે યથાવત

  • અમદાવાદમાં જામ્યો અષાઢી માહોલ
  • આવતી કાલે ગાજવીજ સાથે વરસાદ પડી શકે
  • રિવરફ્રન્ટ કાંકરિયા આજથી ફરી ખુલ્લા મુકાયા

વિનાશક બિપરજોય વાવાઝોડાની અસરથી શહેરમાં અષાઢી માહોલ છવાયો છે. આકાશમાં છવાયેલાં વરસાદી પાણીથી છલોછલ એવાં કાળાં-ડિબાંગ વાદળાંથી સૂર્યનારાયણ અલોપ થઈ ગયા છે. આજે વહેલી સવારે ચાંદખેડા, રાણીપ, વેજલપુર, કોતરપુરમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જોકે છ વાગ્યા પછી વરસાદનું જોર ઓછું થતાં નોકરી-ધંધાએ જવા નીકળેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આજે શહેરમાં ભારે વરસાદની આગાહી હોઈ અમદાવાદીઓએ સાચવવાની જરૂર છે.

વરસાદે બોલાવી ધબધબાટી
ટાગોરહોલ ખાતેના મ્યુનિ. મોન્સૂન કન્ટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં શહેરમાં વધુ 28.69 મિ.મી. (એક ઇંચ જેટલો) વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ ઝોનના રાણીપમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ, કોતરપુરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગોતામાં સૌથી ઓછો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે ચારથી છ વાગ્યાની વચ્ચે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં રાણીપમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. કોતરપુરમાં પોણો ઇંચ, બોડકદેવ, ચાંદખેડામાં અડધો ઇંચ અને સાયન્સ સિટી, મકતમપુરા, વેજલપુરમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ: અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, આગામી 24  કલાકમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી | Heavy rain in Ahmedabad today  monsoon 2022

આવતી કાલે ગાજવીજ સાથે વરસાદ પડી શકે
શહેરમાં સવારે પડેલા વરસાદથી ઘાટલોડિયાના અંધ-અપંગ કલ્યાણ કેન્દ્ર, થલતેજના શીલજ રેસિડેન્સી પાસે અને પાલડીના રામદેવ ચોક એમ ત્રણ સ્થળે પાણી ભરાયાંની ફરિયાદ ટાગોર હોલ ખાતેના મ્યુનિ. મોન્સૂન કન્ટ્રોલરૂમના ચોપડે નોંધાઈ હતી. જ્યારે આજે શહેરમાં 25 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું હતું, જ્યારે હવામાંનો ભેજ સવારે ૯.૩૦ વાગ્યે ૯૬ ટકા જેટલો ઊંચો નોંધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આવતી કાલે ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેમ હોઈ શનિ-રવિવારની વીક એન્ડની રજાનો લોકોનો મૂડ કદાચ બગડી શકે છે. 

રિવરફ્રન્ટ કાંકરિયા આજથી ખુલ્લા મુકાયા
મ્યુનિ. તંત્ર દ્વારા આજે સવારથી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ અને તમામ બગીચાઓને મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લા મુકાયા છે.

નવા રોડ જ બેસી ગયા
નવા નરોડાના પ્રથમ પ્રાયોરિટી પાસે રોડ બેસી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જ્યારે બિપરજોયથી તોફાની બનેલા માહોલ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં તંત્રને ભયજનક મકાનની પાંચ અને ઝાડ પડ્યાની 22 ફરિયાદ મળી છે. 

તા. 23 જૂન સુધી શહેરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે
સોમવારે પણ હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે શુક્રવાર તા. 23 જૂન સુધી શહેરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે. દરમિયાન બિપરજોય વાવાઝોડાની વિદાય બાદ પણ કચ્છમાં અતિ ભારે વરસાદ પડતો હોઈ લોકો મુસીબતમાં મુકાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના અંજારમાં સૌથી વધુ નવ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતાં અંજાર પાણી-પાણી થઈ ગયું હતું. માંડવીમાં સાડા આઠ ઇંચ, ભચાઉમાં સવા આઠ ઇંચ, ભૂજ અને મુંદ્રામાં આઠ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. રાપર અને નખત્રાણામાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. આમ કચ્છના સાત તાલુકામાં મેહુલિયાએ ધબધબાટી બોલાવી હતી. ગાંધીધામમાં છ ઇંચ વરસાદ પડતાં સ્થાનિકોએ સહેજ હળવાશ અનુભવી હતી. લખપતમાં સૌથી ઓછો ચાર ઇંચ વરસાદ થયો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ