બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / An Indo-Pak couple, behind which lies a wonderful cross-border love story

લવ સ્ટોરી / ઈન્ડો-પાક કપલ, જેની પાછળ છૂપાયેલી છે સરહદ પારની અદભુત લવ સ્ટોરી, આખરે મિત્રતા કંઇ રીતે પ્રેમમાં પરિણમી

Priyakant

Last Updated: 08:29 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valentine Day 2024 Latest News: આ વેલેન્ટાઇન વીક દરમિયાન અમે તમને આવી જ એક વાસ્તવિક જીવનની સરહદ પારની લવ સ્ટોરી વિશે વાત કરીશું

  • વેલેન્ટાઈન વીકમાં જાણો સીમા પારની એક લવ સ્ટોરી 
  • પાકિસ્તાની નાગરિક તૈમુર તારિક અને ભારતના કેરળની શ્રીજા ગોપાલની કહાની 
  • તૈમુર તારિક પાકિસ્તાનો વતની  જ્યારે શ્રીજા ગોપાલ કેરળના પુથુપલ્લીની વતની

Valentine Day 2024 : વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ લોકો પ્રેમની વાતો કરી રહ્યા છે. ગયા વર્ષે ભારતમાં સીમા પાર એક પ્રેમ કથાની ખૂબ ચર્ચા થઈ હતી.જેમાં પાકિસ્તાનથી આવતી સીમા હૈદરની વાત હોય કે પછી પ્રેમની શોધમાં ભારતથી પાકિસ્તાન જતી અંજુની વાત. ત્યારે આ વેલેન્ટાઇન વીક દરમિયાન અમે તમને આવી જ એક વાસ્તવિક જીવનની સરહદ પારની લવ સ્ટોરી વિશે વાત કરીશું.  

પ્રેમને કોઈ સીમા નથી હોતી. આ જ કારણ છે કે લૈલા-મજનૂ, હીર-રાંઝા, સોહની-મહિવાલની પ્રેમકથાઓ સદીઓથી દંતકથા બની ગઈ છે અને આવી જ એક સરહદ પારની પ્રેમ કહાની છે પાકિસ્તાની નાગરિક તૈમુર તારિક અને ભારતના કેરળની શ્રીજા ગોપાલની. બંનેની મુલાકાત અને લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તૈમુર તારિક પાકિસ્તાનો વતની છે. જ્યારે શ્રીજા ગોપાલ કેરળના પુથુપલ્લીની વતની છે. બંનેની મુલાકાત શારજાહમાં થઈ હતી જ્યાં બંને કામ કરે છે. 

મિત્રતામાં અને પછી પ્રેમમાં ફેરવાઈ અને પછી
સમય જતા આ મુલાકાત પહેલા મિત્રતામાં અને પછી પ્રેમમાં ફેરવાઈ હતી.ત્યાર બાદ 2018માં બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ તૈમુરે કોટ્ટાયમ પુથુપ્પલ્લીમાં પોતાના પ્રેમને યાદગીરી રૂપે સાચવી રાખવા સપનાનું ઘર બનાવ્યું છે. જ્યાં તે પોતાની જીવન સંગીની શ્રીજા સાથે ખુશી ખુશી રહે છે. જાઓ બાદ તેઓએ UAEના અજમાન પરત ફરવાનું નક્કી કર્યું છે. શ્રીજા અને તૈમૂર ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્ડો-પાક કપલ તરીકે જાણીતા છે. તૈમૂરને કેરળની આબોહવા અને કેરળનું ભોજન ખૂબ જ પસંદ છે.

વધુ વાંચો: હવેથી વધુ બે દેશોમાં ચાલશે 'ભારતનો સિક્કો', PM મોદીએ લૉન્ચ કરી UPI સર્વિસ

પ્રેમ મંદિર-મસ્જિદને નથી જાણતો
પ્રેમ મંદિર-મસ્જિદને નથી જાણતો, પ્રેમ કાશી-કાબાને નથી જાણતો. પ્રેમ કરતા ધર્મ કે જાતિ કોઈ મોટું નથી. આજે પણ આપણા સમાજમાં ઘણા એવા કપલ છે, જેમણે ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વગર ફક્ત પ્રેમ જોયો અને સ્વીકાર્યો છે અને આવો જ સાચો પ્રેમ ઈતિહાસના પાનાઓમાં લખાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ