બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / After France now UPI service can be used in Mauritius and Sri Lanka

સુવિધા / હવેથી વધુ બે દેશોમાં ચાલશે 'ભારતનો સિક્કો', PM મોદીએ લૉન્ચ કરી UPI સર્વિસ

Vishal Khamar

Last Updated: 02:19 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સ બાદ હવે ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવાનો ઉપયોગ મોરેશિયસ અને શ્રીલંકામાં પણ થઈ શકશે. પીએમ મોદીએ બંને દેશોમાં વર્ચ્યુઅલ રીતે UPI લોન્ચ કર્યું છે. તાજેતરમાં ફ્રાન્સમાં તેની સેવાઓ શરૂ કરવામાં આવી હતી.

  • ફ્રાન્સ બાદ અન્ય બે દેશો પણ  કરશે UPI સેવાનો ઉપયોગ
  • મોરેશિયસ અને શ્રીલંકામાં પણ થઈ શકશે UPI સેવાનો ઉપયોગ
  • પીએમ મોદીએ બંને દેશોમાં વર્ચ્યુઅલ રીતે UPI લોન્ચ કર્યું હતું

 ભારતનું યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોએ તેને અપનાવવામાં રસ દાખવ્યો છે. હવે તે વધુ વિસ્તર્યું છે અને આ અંતર્ગત લોકો મોરેશિયસ અને શ્રીલંકામાં પણ UPI નો ઉપયોગ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંને દેશોમાં આ સેવાની શરૂઆત કરશે. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથની સાથે ત્રણેય દેશોના સેન્ટ્રલ બેંકના ગવર્નરો પણ હાજર રહેશે. 

રવિવારના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરતી વખતે વિદેશ મંત્રાલય દ્વારા UPI સાથે RuPay કાર્ડની સુવિધા પણ શેર કરવામાં આવી હતી. શ્રીલંકા અને મોરેશિયસમાં UPI સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ભારતથી મોરેશિયસ અને શ્રીલંકા જતા પ્રવાસીઓ અને ત્યાંથી ભારત આવતા પ્રવાસીઓ પણ આના દ્વારા પેમેન્ટ કરી શકશે. મોરેશિયસમાં માત્ર UPI જ નહીં પરંતુ RuPay કાર્ડ સેવા પણ શરૂ કરવામાં આવી છે. 

UPI ની શરૂઆત 2016 માં કરવામાં આવી હતી
ભારતના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ની લોકપ્રિયતા સતત વધી રહી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત આ સેવા મોદી સરકારે 2016માં શરૂ કરી હતી. તેણે પૈસાની લેવડદેવડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ બનાવ્યું છે. UPI સરળ રીતે સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. તે રીઅલ-ટાઇમ ફંડ ટ્રાન્સફર માટે સક્ષમ છે અને તેને IMPS મોડલથી વિકસાવવામાં આવ્યું છે. 

મોરેશિયસમાં લગભગ 20,000 ભારતીયો રહે છે
દર વર્ષે 5,000 થી વધુ ભારતીય પ્રવાસીઓ મોરેશિયસ પહોંચે છે અને ત્યાંની કુલ વસ્તીમાં લગભગ 20,000 ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગનાથએ આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં UPI લોન્ચ કરવાનો વિચાર ભારતમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન આવ્યો હતો અને હવે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. મોરેશિયસમાં યુપીઆઈનો ઉપયોગ કરવા માટે, યુઝરે યુપીઆઈ ગ્લોબલ અને યુપીઆઈ ઈન્ટરનેશનલ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેના દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શનની સુવિધા મેળવી શકશે. UPI સેવાઓની સાથે, RuPay કાર્ડ પણ મોરેશિયસમાં શરૂ કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે તેની સેવાઓનો પણ ત્યાં લાભ લઈ શકાય છે.

વધુ વાંચોઃ મોદી-ડોભાલ અને..., કતારમાંથી ભારતીય ઓફિસરોને વતન પરત લાવવા, એ કંઇ સરળ નહોતું

ફ્રાન્સ-સિંગાપોર સહિત ઘણા દેશોમાં સક્રિય.શ્રીલંકા અને મોરેશિયસમાં UPIની શરૂઆત પહેલા ફ્રાન્સ, સિંગાપોર, UAE, નેપાળ, ભૂતાનમાં ભારતીય પેમેન્ટ સિસ્ટમ સક્રિય છે. તમને જણાવી દઈએ કે UPIની શરૂઆત બાદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે અને NPCIના આંકડાઓ જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે. આ મુજબ, ગયા વર્ષે ડિસેમ્બર 2023માં પણ UPI દ્વારા 18.23 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ટ્રાન્ઝેક્શન થયું હતું, જે અગાઉના વર્ષ 2022ના સમાન સમયગાળા કરતાં 54 ટકા વધુ હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ